કાનુની સવાલ : શું ટ્રાફિક પોલીસને કોઈને થપ્પડ મારવાનો અધિકાર છે ? તમારા અધિકારો વિશે જાણો

અમદાવાદમાં એક મહિલાને વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીએ થપ્પડ મારી હતી. એવો આરોપ છે કે પોલીસ અધિકારીએ મહિલાનું આઈડી કાર્ડ પડી જવાથી તેને થપ્પડ મારી હતી. તો ચાલો આજે આપણે કાનુની સવાલમાં જાણીશું કે, શું ટ્રાફિક પોલીસ તમને થપ્પડ મારી શકે.

| Updated on: Dec 22, 2025 | 7:18 AM
4 / 10
શું ટ્રાફિક પોલીસને કોઈને મારવાનો કે કોઈની સાથે ગેરવર્તન કરવાનો અધિકાર છે? ચાલો હું આ કાનૂન વિશે તમને વિસ્તારથી સમજાવું તમને ખબર પડે કે આગલી વખતે જ્યારે કોઈ ટ્રાફિક પોલીસ અધિકારી તમારી સાથે ગેરવર્તન કરે ત્યારે શું કરવું.

5 / 10
ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાર, બાઇક અથવા અન્ય કોઈપણ વાહનની ચાવીઓ છીનવી શકતા નથી.ટ્રાફિક પોલીસ ટાયરની હવા નીકાળી શકતા નથી. જો કોઈ કારની અંદર બેઠું છે તો. ટ્રાફિક પોલીસ ખેંચી લઈ જઈ શકતા નથી. ટ્રાફિક પોલીસ તમારી સાથે મારપીટ કે, તમને કોઈ ધમકી પણ આપી શકે નહી.

6 / 10
મહત્વની વાત એ છે કે, કોઈ કારણવગર ટ્રાફિક પોલીસ તમને ગાડીમાંથી નીચે ઉતારી પણ શકતા નથી.વિશેષ પરિસ્થિતમાં ટ્રાફિક પોલીસને ચલણ જાહેર કરવાનો અને વાહન જપ્ત કરવાનો અધિકાર છે. મહત્વની વાત એ છે કે, તમારે પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરુરી છે.

7 / 10
જો કોઈ ટ્રાફિક પોલીસ અધિકારી તમારી સાથે ગેરવર્તન કરે છે અથવા હુમલો કરે છે, તો તમે તેની જાણ ઉચ્ચ અધિકારી અથવા પોલીસ હેલ્પલાઈન પર કરી શકો છો. તમે પોલીસમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી શકો છો અને તેમની સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકો છો. જો કોઈ ટ્રાફિક પોલીસ અધિકારી તમારી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કરે છે, તો તેમનું નામ અને બેજ નંબર નોંધી લો. જો શક્ય હોય તો, ઘટનાનો ઘટનાસ્થળે જ વીડિયો રેકોર્ડ કરો.

8 / 10
પોલીસના અધિકારો શું છે?તમે ટ્રાફિક પોલીસના અધિકારો વિશે જાણ્યું. હવે પોલીસના અધિકારોની ચર્ચા કરીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ, દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપવામાં આવી છે. પોલીસ દ્વારા કોઈ પણ વ્યક્તિ પર કોઈપણ પ્રકારનો હુમલો અથવા હિંસા આ અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

9 / 10
 પોલીસને પણ કોઈને મારવાનો અધિકાર નથી. જો કે, તેઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં, ખાસ કરીને ધરપકડ દરમિયાન બળનો ઉપયોગ કરવા માટે અધિકૃત છે. આનો અર્થ એ છે કે પોલીસ કે ટ્રાફિક પોલીસને કોઈને મારવાનો અધિકાર નથી.  ટ્રાફિક પોલીસને કોઈને મારવાનો અધિકાર નથી. આ સાથે તમામ લોકોએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખુબ જ જરુરી છે.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)