
ભારતમાં પોલીસ કાનુન વ્યવસ્થા બનાવી રાખવા માટે કામ કરે છે. પરંતુ કેટલીક વખત લોકો પોતાના અધિકારો અને કાનુની પ્રકિયાની જાણ હોતી નથી. કેટલીક વખત લોકો પોલીસ સ્ટેશન જતા પણ ડરે છે. પરંતુ આજે આ ડર તમારા હંમેશા દુર થઈ થશે. તે માટે આ કાનુન જાણી લો.

આ કાનુન એવા છે. જે બધા લોકો માટે જાણવા જરુરી છે.જો પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે. તો તેને ધરપકડનું કારણ બતાવવું ખુબ જરુરી છે. ભારતીય કાનુન અનુસાર કોઈ પણ વ્યક્તિને કારણ બતાવ્યા વગર ધરપકડ કરી શકાતી નથી.

ધરપકડ કરાયેલ વ્યક્તિને જાણવાનો અધિકાર છે કે તેની સામે કયા આરોપો દાખલ કરવામાં આવી રહ્યા છે અને તેની કાર્યવાહીનો આધાર શું છે. વધુમાં, પોલીસ પરિવારના સભ્ય અથવા નજીકના સંબંધીને ધરપકડની જાણ કરવા માટે બંધાયેલી છે.

ફોજદારી કેસમાં આરોપી અથવા અટકાયત કરાયેલ કોઈપણ વ્યક્તિને વકીલની સલાહ લેવાનો અધિકાર છે. પોલીસ પૂછપરછ દરમિયાન વ્યક્તિ પોતાના વકીલની સલાહ પણ લઈ શકે છે.ઘણા લોકો ડર અથવા માહિતીના અભાવે કાનૂની સલાહ લીધા વિના નિવેદનો આપે છે, જેના કારણે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિ પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહી હોય, તો તેણે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને વકીલ પાસેથી યોગ્ય સલાહ લેવી જોઈએ.

ભારતીય કાયદામાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ છે. સામાન્ય સંજોગોમાં, મહિલાઓની સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલાં ધરપકડ કરી શકાતી નથી. જો ખાસ સંજોગોમાં ધરપકડ જરૂરી હોય, તો સક્ષમ અધિકારીની પરવાનગી જરૂરી છે.

આ સિવાય મહિલાની તલાશ માત્ર મહિલા પોલીસકર્મચારીઓ જ કરી શકે છે. પુછપરછ દરમિયાન મહિલાઓની ગરિમા અને સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવું કાનુનના નજરે જરુરી છે.

આ કાનુનનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોની રક્ષા કરવી તેમજ કોઈ પણ પ્રકારના દુરપયોગને રોકવાનો છે. આને દરેક મહિલાએ જાણવો જોઈએ.જો કોઈ વ્યક્તિ ગુનોનો ભોગ બની હોય, તો તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાનો અધિકાર છે. પોલીસ કોઈ માન્ય કારણ વગર FIR નોંધવાનો ઇનકાર કરી શકતી નથી, ખાસ કરીને કોગ્નિઝેબલ ગુનાઓના કિસ્સાઓમાં.

જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ન હોય, તો વ્યક્તિ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. ફરિયાદ ઓનલાઈન પણ નોંધાવી શકાય છે. દેશભરના ઘણા રાજ્યોમાં E-FIR સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે પોલીસ દરેક પરિસ્થિતિમાં ફક્ત વોરંટથી જ કાર્યવાહી કરી શકે છે. જોકે, દેશનો કાયદો પોલીસને ચોક્કસ પરિસ્થિતિઓમાં વોરંટ વિના ધરપકડ કરવાની સત્તા પણ આપે છે.

જો કોઈ વ્યક્તિ પર ગંભીર ગુનો કરવાનો શંકા હોય અથવા ગુનો અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોય, તો પોલીસ વોરંટ વિના ધરપકડ કરી શકે છે. જો કે, આવી પરિસ્થિતિઓમાં પણ, પોલીસે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિના અધિકારોનો આદર કરવો જોઈએ.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )