
કેટલાક લોકોને લાગે છે કે, પત્નીને પૈસા ગિફ્ટ કરી દો. તે FD કરાવી લેશે. તેના પર મળતા વ્યાજ પર ટેક્સ ઓછું થઈ જશે. આ ટ્રિક ખુબ જુની છે. તેમજ ઈન્કમ ટેક્સ વિભાગ આ બધી વાત જાણે છે. આ માટે ઈન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 64 બનાવવામાં આવી છે. જેને ક્લબિંગ ઓફ ઈન્કમ કહે છે.

સરળ ભાષામાં સમજો તો જો તમે તમારી કમાણીમાંથી પત્નીને પૈસા આપ્યા છે. તે આ પૈસાથી જે પણ કમાણી થશે. તે તમારી કમાણી સાથે જોડવામાં આવશે. તેમજ ટેક્સ તમારે આપવો જ પડશે.

માની લો તમે તમારી પત્નીને 5 લાખ રુપિયા આપ્યા છે. તેમણે આ પૈસાથી એફડી કરાવી છે. એફડી પર વર્ષનું 40 હજાર રુપિયાનું વ્યાજ આવે છે. તો આ 40 હજાર તમારી ઈન્કમ સાથે જોડવામાં આવશે. તમારી પત્નીની ઈન્કમમાં નહી. વધુ એક નિયમ એ પણ છે કે, જો તમે તમારી પત્નીને કોઈ એવી કંપનીમાં પગાર મળી રહ્યો છે.જ્યાં તમારો નોંધપાત્ર હિસ્સો હોય, તો તેનો પગાર પણ તમારી આવકમાં ઉમેરી શકાય છે, જેના પરિણામે કુલ આવક વધારે થાય છે.

જોકે, જો તમારી પત્ની પાસે ટેકનિકલ અથવા વ્યાવસાયિક ડિગ્રી હોય, જેમ કે ડૉક્ટર, સીએ, વકીલ અથવા શિક્ષક, અને તે પોતાની યોગ્યતા દ્વારા કમાણી કરતી હોય, તો ક્લબિંગ થશે નહીં.

ટેક્સ કઈ રીતે બચાવવો, જાણો લીગલ વાત. આ બધું ગેરકાનુની નથી. પરંતુ થોડી સ્માર્ટ પ્લાનિંગથી તમે લીગલ રીતે બચી શકો છો.

માતા-પિતાને ગિફ્ટ કરો, આ સેફ છે. જો તમે તમારા માતા-પિતાને પૈસા આપો છો. અને તેઓ એફડી કરાવે છે. તો તેના પર જે વ્યાજ મળે છે. તેમાં ટેક્સ લાગશે નહી. પતિ-પ્તની ક્લબિંગ છે. માતા-પિતામાં નહી.

પીપીએફનું વ્યાજ આમ તો ટેક્સ ફ્રી છે. જો તમે તમારી પત્ની અથવા બાળકના નામ પર પીપીએફ ખાતું ખોલો છે. તમે 1.5 લાખની લિમિટ સુધી અલગ અલગ અકાઉન્ટમાં નાંખી શકો છો. વ્યાજ પર કોઈ ટેક્સ લાગશે નહી. પછી ક્લબિંગ હોય તો પણ.

લગ્ન પ્રસંગે મળેલી કોઈપણ ભેટ, ભલે તે કોણે મેળવી હોય, તેના પર ભેટ કર લાગતો નથી. જો કે, જો ભેટના પૈસા પાછળથી રોકાણ કરવામાં આવે અને કમાણી થાય, તો આવક કરપાત્ર રહેશે અને પ્રાપ્તકર્તા પર કર લાગશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )