
બાઈક લઈ હંમેશા તમારા બાળકને લઈ મુસાફરી કરતા હોય. ત્યારે કેટલાક કાનુન તમારે જાણવા ખુબ જરુરી છે. બાકી ટ્રાફિક પોલીસ તમને મોટો દંડ પણ ફટકારી શકે છે. તો ચાલો કાનુની સવાલમાં આ વિશે વિસ્તારથી જાણીએ.

મોટરસાઈકલ 2 લોકોની મુસાફરી માટે હોય છે પરંતુ ક્યારેક એવું પણ જોવા મળે છે કે, બાઈકમાં 1,2, નહિ પરંતુ 3 થી 4 લોકો બેઠા હોય છે. તો શું આ કાનુનના હિસાબે યોગ્ય છે કે,નહી ચાલો જાણીએ.

જ્યારે પરિવારમાં નાના બાળકો હોય ત્યારે માતા-પિતા બાળકને લઈ મુસાફરી કરતા હોય છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર 4 થી વધારે ઉંમરના બાળક ત્રીજી સવારી તરીકે ગણાય છે. જો તમે પત્ની અને બાળકને લઈ જઈ રહ્યા છો. બાળકની ઉંમર 4 વર્ષથી વધારે છે. તો દંડ લાગી શકે છે.

મોટર વ્હીકલના કલમ 194A મુજબ જો તમે આ નિયમનું ઉલ્લંધન કર્યું તો 1000 રુપિયાનો દંડ લાગી શકે છે. એટલા માટે મુસાફરી કરતી વખતે ટ્રાફિકના નિયમનું પાલન જરુર કરો.

મોટર વ્હીકલ એક્ટ હેઠળ 16 થી 18 વર્ષની ઉંમરના બાળકો ટુ વ્હીલર ચલાવી શકે છે પરંતુ તેના કેટલાક ખાસ નિયમો અને શરતો છો. તો ચાલો જાણીએ. જો કોઈ એક વ્યક્તિ ચાર વર્ષથી વધુ ઉંમરના બાળકને લઈ જતો હોય, તો બાળકે હેલ્મેટ પહેરવું આવશ્યક છે. આમ ન કરવા પર કલમ 194A હેઠળ 1,000 નો દંડ થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit :Ahmedabad City Police)