
કેટલીક વખત એવું થાય છે કે, તમારા પાડોસીએ જે કેમેરા લગાવ્યા છે. તે તમારા ઘરની બારી કે દરવાજાની સામે રેકોર્ડિંગ કરવા લગાવે છે. એટલા માટે કોઈ એવું ઇચ્છતું નથી કે, તેના ઘરના લોકોની એક્ટિવિટી કોઈ રેકોર્ડ કરી શકે, કેટલીક વખત તમારા મનમાં પણ સવાલ આવે છે કે, શું ફરિયાદ કરી શકો છો. તો ચાલો જાણીએ કાનુન શું કહે છે.

પટિયાલા કોર્ટના વકીલ કહે છે કે તમે તમારી પોતાની સલામતી માટે તમારા ઘરની બહાર કેમેરા લગાવી શકો છો, પરંતુ કોઈની પર્સનલ લાઈફ પર નજર રાખવી ગેરકાયદેસર છે. જો પડોશીઓ સીસીટીવી કેમેરા તમારા ઘર,બારી કે બાલકનીમાં અથવા પર્સનલ સ્થળોની રેકોર્ડિંગ કરી રહ્યું છે. તો આ પ્રાઈવસીનું ઉલ્લંધન માનવામાં આવે છે.

વકીલ આગળ કહે છે કે, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની સંપત્તિની સુરક્ષા માટે પોતાના ઘર કે દુકાન પર સીસીટીવી કેમેરા લગાવી શકે છે. લોકો સુરક્ષાના કારણે આવું કરે છે અને તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ કેમેરા લગાવતી વખતે અનેક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે કે, બીજા વ્યક્તિ પરેશાનીનું કારણ ન બને. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પોતાના ઘરની અંદર બેડરુમ, બાથરુમ કે આવા પ્રાઈવેટ સ્થળો પર કેમેરા લગાવી શકતા નથી. જ્યાં બીજા લોકોની પ્રાઈવસી પ્રભાવિત હોય. જ્યાં સુધી સંબંધિત લોકોની સંમંતિ ના હોય.

એ વાત જાણી લો કે દરેક સીસીટીવી કેમેરા ફરિયાદનો આધાર બની શકતો નથી. કેમેરા માત્ર રસ્તા, શેરી ,પાર્કિંગ કે સાર્વજનિક રસ્તાની દેખરેખ માટે લગાવ્યો હોય. સામાન્ય રીતે આને ભૂલ માનવામાં આવતી નથી. કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર કેમેરા લગાવે છે. તેથી તેની કાર,ગેટ કે રસ્તા પર નજર રાખી શકે. તો આ માટે તમે ફરિયાદ કરી શકતા નથી.

જો તમારી પ્રાઈવસીનું ઉલ્લંધન થઈ રહ્યું છે. તો સૌથી પહેલા શાંતિપૂર્ણ રીતે બેસી આરામથી વાતચીત કરો. કેટલીક વખત લોકોને એ જાણ થતી નથી કે, તેના કેમેરાનો એગલ બીજી તરફ થઈ જાય છે. વાતચીતથી સમસ્યા સરળ થઈ શકે છે. જો વાતચીત પછી કોઈ ઉકેલ આવતો નથી. તો તમે આરડબ્લ્યુએ અથવા પોલીસનો સંપર્ક કરો. આ સંપૂર્ણ સ્થિતિને સમજાવી મદદ કરી શકે છે.

આ સિવાય જરુર પડે તો તમે કાનુની સલાહ પણ લઈ શકો છો. જો કેસ ગંભીર હોય અને તમારી પર્સનલ એક્ટિવિટીનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો. આ સંબંધિત કાનુની વિકલ્પનો સહારો લઈ શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )