કાનુની સવાલ : શું વૃદ્ધ માતા-પિતા તેમના બાળકને આપેલું ઘર પાછું લઈ શકે છે? કાનૂની અધિકારો વિશે જાણો

જો કોઈ પુત્ર તેના વૃદ્ધ માતા-પિતાની યોગ્ય સંભાળ ન રાખે અથવા તેમને હેરાન કરે તો તેને આપેલી મિલકત પાછી લઈ શકે છે. ચાલો આ વિશે આપણે કાનુન શું કહે તેના વિશે જાણીએ.

| Updated on: Apr 18, 2026 | 7:12 AM
1 / 7
શું બાળકોને આપવામાં આવેલી સંપત્તિ હંમેશા તેના નામથી ઓળખવામાં આવશે? આ નિર્ણય એ પરિવાર માટે ખાસ છે. જ્યાં સંપત્તિ, ભરોસો અને સંબંધો વચ્ચે વિવાદ ઉભો થાય છે.

2 / 7
હંમેશા માતા-પિતા પોતાના બાળકો પર વિશ્વાસ કરી પોતાની આખી જિંદગીની કમાયેલી સંપત્તિ પોતાનું ઘર બાળકોના નામે કરી દે છે. તેને લાગે છે કે, વૃદ્ધા અવસ્થામાં બાળકો તેનો સહારો બનશે. પરંતુ દુખની વાત એ છે કે, કેટલીક વખત ઘર હાથમાં આવતા જ બાળકોનો વ્યવ્હાર બદલાય જાય છે.

3 / 7
જે બાળકો પહેલા સેવાની વાતો કરતા હતા. તે માતા-પિતાને બોજ સમજવા લાગે છે. તેમજ માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. સુપ્રીમ કોર્ટના એક મહત્વના નિર્ણયે માતા-પિતાને મોટી રાહત આપી છે.

4 / 7
કોર્ટે કહ્યું કે, જો બાળકોને આપવામાં આવેલી સંપત્તિ એક શરત પર હતી કે, તે માતા-પિતાની દેખભાળ રાખશે. તેમજ જો આવું નહી કરે તો આ સમગ્ર પ્રોસેસ રદ થઈ શકે છે. તેમજ માતા-પિતાને સંપત્તિ પરત મળી જશે.

5 / 7
મેન્ટેનેસ એન્ડ વેલફેર અને પેરેન્ટસ એન્ડ સીનિયર સીટિઝન એક્ટ 2007 મુજબ,જો સીનિયર નાગરિકોની તેમના બાળકો અથવા અન્ય વારસદારો દ્વારા યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવતી નથી, તો તેઓ તેમને આપવામાં આવેલી મિલકત પાછી લઈ શકે છે.

6 / 7
મિલકત પાછી મેળવવા માટે, તમે સિનિયર સિટીઝન્સ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી શકો છો. કોર્ટ મિલકતના ટ્રાન્સફરને રદ કરી શકે છે અને તેને માતાપિતાને પરત કરી શકે છે.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

Follow Us