
પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેનો પતિ ભરણપોષણ આપવા કે નાની દીકરીના લગ્નમાં મદદ કરવાની ના પાડી હતી. જેનાથી તેને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

પતિએ કોર્ટમાં જણાવ્યું કે, તે 65 વર્ષનો છે તેમજ લકવાગ્રસ્ત સ્ટ્રોક થયો છે. હવે તે પથારી પર છે. પતિએ પણ જણાવ્યું કે,તેને સારવાર માટે દરમહિને અંદાજે 5,000 રુપિયાની જરુરત હોય છે. તે કોઈ પણ નોકરી કરવા માટે અસમર્થ છે.

તેમણે જણાવ્યું કે, તેનું પેન્શન માત્ર 5,000 થી 10,000 રુપિયા પ્રતિ મહિને છે. તેમણે એ પણ તર્ક આપ્યું કે, તેની પત્ની અને બાળકોએ તેના વિરુદ્ધ કેસ નોંધયો છે. તેમાંથી એક તેના પેન્શનના પૈસા કાઢવામાંથી રોકવાનો મામલો પણ સામેલ છે. આ કારણે તે પૈસા બચાવી શકતો નથી.

બંન્ને પક્ષોની દલીલ સાંભળતા જસ્ટિન એલ વિક્ટોરિયા ગૌરીએ કહ્યું કે,સીઆરપીસીની કલમ 125 હેઠળ, એક પત્ની જે પોતાનું ભરણપોષણ કરવામાં અસર્થ છે. તેના પતિથી ભરણપોષણનો દાવો કરી શકે છે. પરંતુ આ અધિકારી તેની આર્થિક સ્થિતિ અને પત્નીને ભરણપોષણ આપવાની ક્ષમતા બંન્ને પર નિર્ભર કરે છે.

હાઈકોર્ટમાં એક નિર્ણય સંભાળવતા કહ્યું કે, ભરણપોષણ આપવાનો નિયમ કોઈને સજા આપવા માટે બનાવવામાં આવ્યો નથી. હાઈકોર્ટે આ અરજી રદ્દ કરી કહ્યું કે, તેનો પતિ સીમિત પેન્શન અને સેવા નિવૃતિનો લાભ તેની જરુરિયાત પુરી કરવા માટે પર્યાપ્ત છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)