
તેમ છતાં, તેમણે 2010 માં બીજી મહિલા સાથે લગ્ન કર્યા અને 2016 સુધી તેમની સાથે પતિ-પત્ની તરીકે રહ્યા. ત્યારબાદ બીજી મહિલાએ કલમ 498A હેઠળ દહેજની માંગણી, હુમલો અને ક્રૂરતાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પુરુષે તેના પહેલા લગ્ન છુપાવ્યા હતા.

અરજીકરનારના વકીલનો તર્ક હતો કે, પહેલા લગ્ન માન્ય હતા. એટલા માટે બીજા લગ્ન કાનુની રુપથી અમાન્ય છે. તેમનું કહેવું હતુ કે, માત્ર લિવ ઈન રિલેશનશિપ હતી. આ માટે 498A લાગુ થશે નહી.

કોર્ટે આ દલીલને રદ્દ કરતા કહ્યું કે, કાનુનનો ઉદ્દેશ્ય મહિલાઓને ક્રૂરતાથી બચાવવાનો છે. જો કોઈ પુરુષ કોઈ મહિલાને ગેરમાર્ગે દોરીને એ વિશ્વાસ અપાવે છે કે, તે તેની કાનુની પત્ની છે અને ક્રુરતા કરે છે. તો તે ફક્ત લગ્ન રદબાતલ હોવાનો દાવો કરીને છટકી શકશે નહીં.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સંબંધની કાનુની વૈદ્યતા થી વધારે તેનો સાર જોવામાં આવશે. જો કપલ પતિ-પત્નીની જેમ રહે છે અને મહિલાને ક્રુરતાનો સામનો કરવો પડે છે. તો તેને કાનુની સરંક્ષણ થી વંચિત કરી શકાય નહી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)