
શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ : જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એના આધારે તમને નોટિસ મળી શકે છે. જોકે, દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો.

ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું : જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા ઑફલાઇન રીતે ચૂકવો છો, તો આવકવેરા વિભાગ આ પર ધ્યાન આપી શકે છે અને નોટિસ આપી શકે છે.

મિલકત ખરીદતી વખતે રોકડ ચુકવણી : જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમાં કોઈ પણ પ્રકારની રોકડ ચુકવણી કરો છો, તો તેનું નોંધાવવું જરૂરી છે. કેટલાક શહેરોમાં આ મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે. આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થાય છે. (All Image - Canva)