શું તમે પણ લેપટોપ બંધ કરવા માટે ડાયરેક્ટ પાવર બટન દબાવો છો? આજે જ બદલી નાખજો આ ખરાબ આદત!

ઘણા લોકો કામ પૂરું થયા બાદ સમય બચાવવા માટે લેપટોપનું પાવર બટન દબાવીને તેને સીધું જ બંધ કરી દે છે. ઘણા લોકો આ પદ્ધતિ અપનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વારંવાર આ રીતે લેપટોપ બંધ કરવાની આદત તમારા મહત્ત્વના ડેટાને નુકસાન પહોંચાડી શકે છે?

| Updated on: Nov 03, 2026 | 9:30 AM
1 / 9
લેપટોપ પર કામ કરતી વખતે તે ડેટાને હાર્ડ ડિસ્ક અથવા SSDમાં માહિતીને સેવ કરતું હોય છે. આ દરમિયાન જો તમે અચાનક પાવર બટન દબાવીને લેપટોપ બંધ કરી દો છો, તો ડેટા સેવ કરવાની પ્રક્રિયા અધવચ્ચે અટકી શકે છે. આવી સ્થિતિમાં તમારી ફાઇલ યોગ્ય રીતે સેવ ન થાય તેવી શક્યતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં ફાઇલ ખોલવામાં મુશ્કેલી પડી શકે છે અથવા ફાઇલ કરપ્ટ પણ થઈ શકે છે. (Image Source | AI Generated)

2 / 9
જો તમે કામ દરમિયાન અચાનક લેપટોપ બંધ કરી દો છો, તો અનેક પ્રકારના ડેટા ગુમાવવાનું જોખમ રહે છે. જો તમે કામ કરતી વખતે ફાઇલ સેવ ન કરી હોય, તો તમારું તાજેતરની Word અને Excel ફાઇલો ગુમ થઈ શકે છે. (Image Source | AI Generated)

3 / 9
ફોટો કે વીડિયો એડિટ કરતી વખતે લેપટોપ બંધ થઈ જાય તો એડિટિંગનું કામ અધૂરું રહી શકે છે. જો Windows અથવા અન્ય કોઈ સોફ્ટવેરનું અપડેટ ચાલી રહ્યું હોય ત્યારે લેપટોપ બંધ થઈ જાય તો સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ શકે છે. (Image Source | AI Generated)

4 / 9
ફાઇલો કોપી અથવા મૂવ કરતી વખતે લેપટોપ બંધ કરવાથી ફાઇલ અધૂરી ટ્રાન્સફર થઈ શકે છે અથવા ડેટા કરપ્ટ થઈ શકે છે. લેપટોપમાં ડેટા સ્ટોર કરવા માટે HDD અથવા SSDનો ઉપયોગ થાય છે. કામ કરતી વખતે અચાનક પાવર બંધ થઈ જાય તો ડેટા લખવાની પ્રક્રિયા અટકી શકે છે. (Image Source | AI Generated)

5 / 9
HDDમાં જો તે ચાલુ હોય ત્યારે અચાનક પાવર જતો રહે તો કેટલીક વધારાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જોકે, આજકાલના આધુનિક HDD અને SSDમાં કેટલીક સુરક્ષા વ્યવસ્થાઓ આપવામાં આવે છે. જેના કારણે તે તરત જ ખરાબ થઈ જતાં નથી. (Image Source | AI Generated)

6 / 9
જો તમારું લેપટોપ હેંગ થઈ જાય અથવા કામ ન કરતું હોય, તો તેને મોટા નુકસાનથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. તમારા કામની ફાઈલ સેવ કરતા રહો. મહત્ત્વની ફાઇલોનો બેકઅપ રાખો. Windows અથવા કોઈપણ સોફ્ટવેરનું અપડેટ ચાલી રહ્યું હોય ત્યારે લેપટોપ બંધ કરવું નહીં. (Image Source | AI Generated)

7 / 9
સામાન્ય રીતે Start Menuમાંથી Shut Down વિકલ્પનો ઉપયોગ કરીને લેપટોપ બંધ કરો. પાવર બટનનો ઉપયોગ માત્ર ત્યારે કરો જ્યારે લેપટોપ સંપૂર્ણપણે પ્રતિસાદ આપતું ન હોય અને અન્ય કોઈ વિકલ્પ કામ ન કરતો હોય. (Image Source | AI Generated)

8 / 9
પાવર બટન દબાવવાથી દરેક વખતે લેપટોપને નુકસાન થાય એવું નથી. તેની અસર પાવર બટનની સેટિંગ અને તે સમયે ચાલી રહેલી પ્રક્રિયા પર આધાર રાખે છે. તેથી લેપટોપને યોગ્ય રીતે Shut Down કરવાની આદત રાખવી વધુ સુરક્ષિત છે. (Image Source | AI Generated)

9 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

Follow Us
Loading...
Unable to load recommendations.