
બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાની કારકિર્દી ખૂબ જ અનોખી રહી છે. તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે અભિનેત્રી બનશે. જોકે નસીબ તેને ફિલ્મોમાં લાવ્યું, અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાની કારકિર્દી ખૂબ જ અનોખી રહી છે. તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે અભિનેત્રી બનશે. જોકે નસીબ તેને ફિલ્મોમાં લાવ્યું, અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

કૃતિ ખરબંદા એક જાણીતી અભિનેત્રી છે. મોડલ તરીકે કરિયરની શરુઆત કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો. કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ જ્વેલરી ડિઝાઈનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે.

આજે 29 ઓક્ટોમ્બરના રોજ કૃતિ ખરબંદા પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કૃતિ ખરબંદા બોલિવુડ અભિનેત્રીની સાથે જ્વેલરી ડિઝાઈનર પણ છે. કૃતિ ખરબંદાની કુલ સંપત્તિ રિપોર્ટ મુજબ અંદાજે 41 કરોડ રુપિયા છે.

કૃતિ ખરબંદા એક ફિલ્મ માટે અંદાજે 80 લાખ રુપિયાથી 3-4 કરોડ ચાર્જ લે છે. તેમજ જાહેરાત અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા મોટી કમાણી કરે છે. બ્રાન્ડ પ્રમોશન માટે 70-80 લાખ રુપિયા ચાર્જ કરે છે. મુંબઈ સિવાય બેંગ્લોરમાં પણ એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે.

કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે રેન્જ રોવર અને ઓડી જેવી લક્ઝરી કાર છે. તેના પતિ અને અભિનેતા પુલકિત સમ્રાટ સાથે તેની કુલ સંયુક્ત નેટ વર્થ લગભગ 82 કરોડ રૂપિયા છે.

ખરબંદાની મુલાકાત 2018માં અભિનેતા પુલકિત સમ્રાટ સાથે થઈ હતી અને ત્યારબાદ 2019માં તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ જોડીએ 'વીરે કી વેડિંગ', 'પાગલપંતી' અને 'તૈશ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.પાંચ વર્ષ સુધી રિલેશનમાંમાં રહ્યા બાદ, 2024માં આ જોડીની સગાઈ થઈ. ખરબંદાએ 15 માર્ચ 2024ના રોજ હરિયાણાના માનેસરમાં એક પરંપરાગત હિન્દુ વિધિથી પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા.