Korean Comedy Web Series : રોમાંચ અને કોમેડીનો ‘કોમ્બો’ ! આ સિરીઝમાં એક એક સીન તમારું દિલ જીતી લેશે

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 12, 2026 | 8:26 AM
1 / 7
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવો રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

2 / 7
Chasing Ball :  હકીકતમાં લોકપ્રિય ચાઇનીઝ રોમાન્ટિક ડ્રામા A Love So Beautifulનું ડબ વર્ઝન છે, જે હવે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. સ્કૂલ લાઈફમાં શરૂ થતી આ લવ સ્ટોરી બે જુદા સ્વભાવના યુવાનોની છે એક શાંત અને ગંભીર છોકરો અને બીજી ખુશમિજાજ, કથામાં કિશોરાવસ્થાનો નિર્દોષ પ્રેમ, મિત્રતા અને સપનાઓનું સુંદર ચિત્રણ જોવા મળે છે. Hu Yitian અને Shen Yue વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને ખાસ પસંદ પડે છે. હળવા હાસ્ય સાથે ભાવનાત્મક પળોનું સંતુલન આ સીરિઝને યુવા દર્શકો માટે ખાસ બનાવે છે. જો તમને સ્કૂલ રોમાન્સ અને મીઠી પ્રેમકથા ગમે, તો ‘Chasing Ball’ એક પરફેક્ટ ચોઇસ છે. આમાં Season 1 અને કુલ Episodes 23 છે,

3 / 7
Flower of Evil : એક સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર સાઇકલોજિકલ ક્રાઇમ ડ્રામા છે. વાર્તા એક એવા પતિની છે જે પોતાના ભૂતકાળને છુપાવીને એક આદર્શ પરિવારિક જીવન જીવી રહ્યો છે, પરંતુ તેની પત્ની જે પોલીસ ઓફિસર છે એક હત્યાકાંડની તપાસ દરમિયાન શંકાસ્પદ તાર પર પહોંચી જાય છે. Lee Joon-giની શક્તિશાળી અભિનય ક્ષમતા અને Moon Chae-won સાથેનો ભાવનાત્મક સંઘર્ષ આ સીરિઝને અલગ સ્તરે લઇ જાય છે. દરેક એપિસોડ સાથે રહસ્ય ઊંડું બનતું જાય છે. ક્રાઇમ, મિસ્ટ્રી અને રોમાન્સનું મિશ્રણ ‘Flower of Evil’ને અનોખી થ્રિલર બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

4 / 7
1% of Something : એક લાઇટ-હાર્ટેડ રોમાન્ટિક ડ્રામા છે, જેમાં એક અમીર પરિવારનો વારસદાર અને સાદગીભરી શિક્ષિકા વચ્ચે કરાર આધારિત લગ્નની વાત છે. શરૂઆતમાં માત્ર કોન્ટ્રાક્ટ હોય છે, પરંતુ ધીમે ધીમે લાગણીઓ વાસ્તવિક પ્રેમમાં બદલાય છે. Ha Seok-jin અને Jeon So-minની મીઠી નોકઝોક અને રોમાન્સ દર્શકોને જોડે રાખે છે. સ્ટોરી સરળ હોવા છતાં તેની પ્રેઝન્ટેશન અને પાત્રોની વૃદ્ધિ તેને રસપ્રદ બનાવે છે. રોમાન્સ પ્રેમીઓ માટે આ સીરિઝ એક ફીલ-ગુડ અનુભવ છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

5 / 7
Do You Like Brahms? : સંગીતપ્રેમી દર્શકો માટે ખાસ છે. વાર્તા ક્લાસિકલ મ્યુઝિકના વિદ્યાર્થીઓની છે, જેઓ પ્રેમ અને કરિયર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. Kim Min-jae અને Park Eun-binનો સંવેદનશીલ અભિનય સીરિઝને ભાવનાત્મક ઊંચાઈ આપે છે. ધીમી ગતિ છતાં કથા ખૂબ જ આંતરિક અને દિલને સ્પર્શે તેવી છે. ક્લાસિકલ સંગીતની પૃષ્ઠભૂમિ સાથે આ પ્રેમકથા એક શાંત અને સોફ્ટ રોમાન્સ પ્રસ્તુત કરે છે.આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

6 / 7
Pride and Prejudice : એક કોર્ટરૂમ અને લીગલ ડ્રામા છે, જેમાં પ્રોસિક્યુટર્સની ટીમ સત્ય માટે લડે છે. કેસ, કાયદા અને ન્યાયની લડાઈ સાથે વ્યક્તિગત સંબંધોનું ચિત્રણ થાય છે. Choi Jin-hyukનું ગંભીર પાત્ર અને Baek Jin-hee સાથેનો રોમાન્ટિક એંગલ કથાને બેલેન્સ આપે છે. દરેક એપિસોડમાં નવા કેસ અને ટ્વિસ્ટ દર્શકોને જોડે રાખે છે. લીગલ થ્રિલર પસંદ કરનારાઓ માટે આ સીરિઝ મજબૂત પસંદગી બની શકે છે. આમાં Season 1 અને કુલ Episodes 21 છે,

7 / 7
તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝી MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.