
આ ઉપરાંત ધૂળ, કાટ, મીઠાના ડાઘ વગેરે ગ્રે રંગ પર ઓછા દેખાય છે. જેના કારણે તેને વારંવાર સાફ કરવાની જરૂર નથી. તે અન્ય રંગોની તુલનામાં ઓછી ગરમી શોષી લે છે, જેના કારણે જહાજ અંદરથી ઠંડુ રહે છે. આ રંગ એક નૌકાદળ પરંપરા બની ગઈ છે જેનું પાલન સમગ્ર વિશ્વના નૌકાદળો કરે છે, પરંતુ તમે કેટલાક દેશોની નૌકાદળમાં થોડી વિવિધતા જોઈ શકો છો.

આ દેશોમાં સબમરીન પણ લીલા રંગની હોય છે: નૌકાદળના જહાજો ઉપરાંત ઉત્તર કોરિયા, ઈરાન અને ઇઝરાયલ સહિત ઘણા દેશોમાં સબમરીનને પણ દુશ્મનોની નજરથી બચાવવા માટે લીલો રંગ આપવામાં આવે છે. જ્યારે મોટાભાગના દેશોમાં સબમરીનનો રંગ કાળો હોય છે ત્યારે આ દેશો દુશ્મનોને લીલો રંગ કરીને છેતરે છે.