
તમને જાણીને નવાઈ લાગશે પણ આ 3 શબ્દો વિશે ઘણા ભણેલા-ગણેલા લોકો પણ આના વિશે તફાવત નથી બતાવી શકતા.

તમારે જાણવું જરુરી છે કે કઈ જગ્યાને વોશરુમ, કઈ જગ્યાને બાથરુમ, કઈ જગ્યાને ટોયલેટ કહેવામાં આવે છે.

બાથરુમ બહુ જ સામાન્ય શબ્દ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં નહાવાની પણ સુવિધા હોય અને સાથે-સાથે ટોયલેટ સીટ પણ હોય છે.

પરંતુ તે જરુરી નથી કે બાથરુમની સાથે ટોયલેટ સીટ પણ હોય, ઘણા લોકો તેને અલગ-અલગ પણ રાખે છે.

વોશરુમ એ જગ્યા છે જ્યાં ટોયલેટ સીટની સાથે સિંક પણ રાખવામાં આવી હોય. પણ અહીંયા નહાવાની અને કપડાં ચેન્જ કરવાની સુવિધાઓ નથી હોતી.

ટોયલેટ એને કહેવામાં આવે છે કે જ્યાં માત્ર ટોયલેટ જ હોય અને ત્યાં હેન્ડ વોશ માટે પણ સુવિધા નથી હોતી.
Published On - 1:44 pm, Sat, 28 December 24