
વરંવાર પડતી મુશ્કેલીના કારણને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ સિમ કાર્ડનો એક ખૂણો કાપવાનું શરૂ કર્યું. જેથી લોકોને સિમ ઈન્સ્ટોલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને સિમ સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય.

છેલ્લા કેટલાક દાયકાઓમાં, સિમ કાર્ડના બંધારણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તમે નોંધ્યું હશે કે પહેલા સિમ કાર્ડ ખૂબ મોટા હતા, પરંતુ પછીથી તે ઘણા બદલાઈ ગયા અને હવે તે ઘણા નાના થઈ ગયા છે. જેનું કારણ ફોનમાં થતા ફેરફારો છે, જેમાં સિમની જગ્યા ઓછી છે.