ભારતીય સંસ્કૃતિનો દિવાળી મુખ્ય તહેવાર છે. આ તહેવાર પર દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ મોટાભાગના લોકોના મનમા વિચાર આવતુ હોય છે કે દિવાળી પર માતા લક્ષ્મીની સૂર્યાસ્ત પછી જ પૂજા કેમ કરવામાં આવે છે.
હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર લક્ષ્મી પૂજા માટેનો સૌથી શુભ સમય સૂર્યાસ્ત પછી ગણવામાં આવે છે. સૌથી શુભ સમય પ્રદોષ કાળ માનવામાં આવે છે. ત્યારે મા લક્ષ્મી પૃથ્વી પર આવે છે. તે સમયે પૂજા કરવાથી પ્રસન્ના થાય છે.
દિવાળીના પર્વ પર સૂર્યાસ્ત પછી પૂજા કરવાથી ભક્તોને સમૃદ્ધિ અને સુખનો આશીર્વાદ આપે છે. તેથી દિવાળી દરમિયાન રાત્રે પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે.
દિવાળીનો દિવસ અમાસનો સમય છે. અમાસની રાત્રે આકાશમાં ચંદ્રમાં નથી હોતા જેના પગલે આકાશમાં અંધકાર હોય છે. અંધકાર વચ્ચે દીવો પ્રકટાવવામાં આવે છે. જેનાથી દેવી લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે. જેના પગલે દિવાળીની રાત્રે સૂર્યાસ્ત પછી પૂજા કરવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ( Pic - Social Media )