
દિવાળી કે તે પહેલાં તહેવારોની સીઝનમાં વાહનો ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. કારણ કે હવે ઘણા વાહનો સસ્તા થવા જઈ રહ્યા છે. સરકારે ઘણા વાહનો પર GST ઘટાડ્યો છે. નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.સરકારે 2017 થી દેશમાં લાગુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં 3 ઓગસ્ટ 2025 ના રોજ પ્રથમ વખત મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર અથવા સુધારાને GST 2.0 કહેવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 56મી GST કાઉન્સિલની બેઠકમાં 12 ટકા અને 28 ટકાના 2 સ્લૈબ પૂર્ણ કર્યા છે. હવે મુખ્યત્વે ફક્ત 5% અને 18% સ્લેબ છે, જેમાં મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ રાખવામાં આવી છે. આ સુધારા પછી, દેશમાં ઘણી આવશ્યક વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. વાહનો પણ તેમાંથી એક છે. GST 2.0 માં ઘણા વાહનો સસ્તા થયા છે.

સરકારે અનેક વાહનો પર 28 ટકાના સ્થાને 18 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લીધો છે. હવે જે ગાડીઓ સસ્તી થશે તેમાં પેટ્રોલ, એલપીજી કે સીએનજીથી ચાલનારી ગાડીઓ છે. જેનું એન્જિન 1200સીસી સુધીનું હોય અને લંબાઈ 4 મીટરથી વધારે ના હોય.

મારુતિ સુઝુકી અલ્ટો, હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 અને ટાટા ટિયાગો જેવી નાની કાર, જેની કિંમત ₹5-7 લાખની વચ્ચે છે, તેના ભાવમાં હવે 8-10%નો ઘટાડો થશે.જે તેમની કિંમતમાં ₹ 70,000 સુધીનો ઘટાડો કરશે.

Honda Shine, Yamaha FZ, TVS Apache અને Bajaj Pulsar જેવા બેસ્ટ સેલર સહિત 350cc સુધીના ટુ-વ્હીલરને પણ ટેકસનો ફાયદો થશે.1 લાખ રૂપિયાની બાઇક પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે 10,000 રૂપિયા સુધીનો ઘટાડો, જે સામાન્ય માણસ માટે મોટી રાહત છે.

આ ટેક્સ છૂટની સાથે લક્ઝરી કારો મોટી એસયુવી અને 350cc થી વધારે ક્ષમતા વાળી બાઈક પર હવે 40 ટકા જીએસટીનો દર લાગુ થશે.આ ફેરફારથી રોયલ એનફિલ્ડ 650cc, KTM 390 અને હાર્લી ડેવિડસન જેવા મોડલ્સની કિંમતોમાં વધારો થઈ શકે છે અને તેમની ઓન-રોડ કિંમતોમાં 10-12% કે તેથી વધુનો વધારો થઈ શકે છે. હવે આપણે ઉદાહરણ લઈને વાત કરીએ તો રુપિયા 3.6 લાખની રોયલ એનફીલ્ડ 650 હવે 4 લાખનો આંકડો પાર કરી શકે છે.