
સોંલકી શબ્દની ઉત્પત્તિ ચાલુક્ય રાજવંશમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટક ચાલુક્ય વંશના રાજાઓ સાથે સંકળાયેલું છે.

સોલંકી રાજવંશ ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારના પ્રદેશમાં શાસન કર્યું હતું. મૂળરાજ સોલંકી આ વંશના પ્રથમ શાસક હતા. જેમણે 10મી સદીના અંતમાં ગુજરાત પર શાસન શરુ કર્યું હતું.

સોલંકી રાજવંશના શાસનકાળમાં કલા, મંદિર નિર્માણ અને સાંસ્કૃતિક વિકાસ થયો. જેમણે મોઢેરાનું સૂર્ય મંદિરનું પણ નિર્માણ કર્યું હતુ. સોલંકી અટકના લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.

વર્તમાન સમયમાં સોલંકી સમુદાયના લોકો શિક્ષણ, કલા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 9:55 am, Fri, 20 June 25