શા માટે વ્યક્તિ એક જ ગીતનું વારંવાર રટણ કરે છે, તેની પાછળ છે આ કારણ
Knowledge: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કમ્પ્યૂટર જે રીતે કમાન્ડ વગર વારંવાર પ્રોગ્રામ ખોલે છે એ રીતે મધુર અને અલગ-અલગ સુરીલા ગીતો મગજમાં અટવાઈ જાય છે. આવું થાય ત્યારે મન એ જ સંગીતની વારંવાર કલ્પના કરતું રહે છે.
1 / 5
ઘણી વખત વ્યક્તિ ગીત સાંભળે છે અને દિવસભર તેનું જ રટણ કરે છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. આવા ગીતો જે વ્યક્તિના જીભ પર ચોંટી જાય છે તેને ઈયરવોર્મ્સ (Earworms) કહે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે શા માટે વ્યક્તિ એક જ ગીત વારંવાર ગાય છે. અમેરિકન સાયકોલોજી એસોસિએશન (APA)ના જર્નલમાં પ્રકાશિત સંશોધન કહે છે કે જો કોઈ ધૂન ખૂબ જ અલગ હોય અને મધુર પણ હોય તો તેને સરળતાથી યાદ કરી શકાય છે. જાણો શા માટે આવું થાય છે.
2 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કમ્પ્યૂટર જે રીતે કમાન્ડ વગર વારંવાર પ્રોગ્રામ ખોલે છે એ રીતે મધુર અને અલગ-અલગ સુરીલા ગીતો મગજમાં અટવાઈ જાય છે. આવું થાય ત્યારે મન એ જ સંગીતની વારંવાર કલ્પના કરતું રહે છે. આવું કેમ થાય છે, ચાલો જાણીએ તેનું કારણ. સંશોધન કહે છે કે મગજનો ઓડિટરી કોર્ટેક્સ ભાગ આ માટે જવાબદાર છે.
3 / 5
ઑડિટરી કૉર્ટેક્સ એ માનવ મગજનો એ ભાગ છે જે કંઈક સાંભળ્યા પછી અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જો સરળ ભાષામાં સમજીએ તો ગીત સાંભળ્યા પછી મગજનો આ ભાગ તેને વારંવાર સાંભળવાની કલ્પના કરે છે. આ કલ્પનાને કારણે વ્યક્તિના મોઢા પર એક જ ગીત વારંવાર આવે છે અને તે દિવસભર તેનું રટણ કરે છે.
4 / 5
આ વાતને સમજવા માટે અમેરિકાની ડાર્ટમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. રિસર્ચ દરમિયાન લોકોને એક ગીત કહેવામાં આવ્યું જે તેમણે પહેલા સાંભળ્યું હતું. પ્રયોગ દરમિયાન એવું સામે આવ્યું કે ગીત બંધ થયા પછી પણ શ્રાવ્ય કોર્ટેક્સનો ભાગ સક્રિય થઈ ગયો, પરિણામે, એક જ ગીત મનુષ્યમાં ઘણી વખત પુનરાવર્તિત થયું.
5 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે જ્યારે તમને ફરી વખત કોઈ ગીત ગમતું હોય અને તમે તેનું આખો દિવસ રટણ કરતા હોય, ત્યારે એક વાતની નોંધ લેવી જરૂરી છે કે તમને તે ગીત આટલું કેમ ગમે છે? કદાચ તમારો જવાબ એ જ છે જે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કહ્યું છે.