
તેમજ ધનખડનો અર્થ સમજીએ તો સંપત્તિ ધરાવતો વ્યક્તિ થાય છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓના મતે, આ શબ્દ રાજસ્થાની અથવા હરિયાણવી બોલીમાંથી આવ્યો છે, જ્યાં તે ચોક્કસ કુળ અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે.

ધનખડ ગોત્ર જાટ જાતિનો એક ભાગ છે. જાટ એક ખેડૂત અને ક્યારેક યોદ્ધા જાતિ છે, જે ભારતના ઉત્તરપશ્ચિમ ભાગોમાં રહે છે.

હરિયાણા અને રાજસ્થાનમાં ઘણા ગામડાઓ છે જ્યાં "ધનખડ" સમુદાયના લોકો વસે છે અથવા જ્યાં આ સમુદાય બહુમતી ધરાવે છે.

ધનખડ ગોત્ર સાથે સંકળાયેલા ઘણા લોકો આધુનિક રાજકારણ, સેના અને વહીવટમાં પણ ઉચ્ચ હોદ્દા પર છે. ઉદાહરણ તરીકે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આ ગોત્રના છે.

આ સમુદાય મુખ્યત્વે હિન્દુ ધર્મનું પાલન કરે છે અને ગામડાઓમાં કુલદેવતા ગોગા જી ની પૂજા કરે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)