
પંચાલ અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક અટક છે. આ અટક સંસ્કૃત શબ્દ पञ्चाल પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ પાંચ થાય છે. આ અટક પાંચ મુખ્ય હસ્તકલામાં રોકાયેલા સમુદાયો સાથે સંકળાયેલી છે. જેમાં લુહાર, સુવર્ણકાર, તાંબાકામ કરનાર, સુથાર અને પથ્થરકામ કરનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. ( જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. )

પંચાલ સમુદાયના લોકોમાં ઇજનેરો, આર્કિટેક્ટ, શિલ્પકાર અને મંદિર બનાવનારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંચાલ અટક ધરાવતા લોકો ભગવાન વિશ્વકર્માના વંશજ માને છે. ( મૃણાલ પંચાલ ભારતની સૌથી પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટરમાંથી એક છે. જેના ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયન જેટલા ફોલોવર્સ છે. )

પંચાલએ પ્રાચીન ભારતના 16 મહાજનપદોમાંનું એક હતું.જે રોહિલખંડ અને હાલના ઉત્તર પ્રદેશમાં સ્થિત હતું.રાજા હર્યશ્વના પાંચ પુત્રો મુદ્ગલ, શ્રીંજય, બૃહદબલ, યવિનાર અને બૃહતશર્માના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ( નીલમ પંચાલ ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. નીલમ પંચાલે હેલ્લારો ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળેલો છો. )

રાજ્ય ગંગા-યમુના દોઆબના ઉત્તર ભાગમાં ફેલાયેલું હતું, જે પશ્ચિમમાં કુરુ રાજ્ય, પૂર્વમાં કોસલ અને દક્ષિણમાં ચર્માણવતી નદી સુધી વિસ્તરેલું હતું.( જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. )

મધ્યયુગીન કાળમાં, વિશ્વકર્મા અટક લુહાર સાથે સંકળાયેલી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તે આહીર અથવા ખત્રી-અરોરા સમુદાયો સાથે પણ સંકળાયેલી હતી.( પ્રિયંક કિરીટભાઈ પંચાલ એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેઓ મુખ્યત્વે ગુજરાત માટે right-handed ઓપનિંગ બેટ્સમેન હતો. )

વર્તમાન સમયમાં પંચાલ અટક ધરાવતા સમુદાયના લોકો રાજકીયક્ષેત્ર, અભિનય ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 10:35 am, Sat, 4 October 25