
વૈશ્વિક બજારમાં સોનું પહેલાના બંધ ભાવની સરખામણીમાં $13ના વધારા સાથે $2,031 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. નિષ્ણાતોના મતે યુએસ આર્થિક ડેટા બાદ સોનાના ભાવમાં વધારો થયો, જેના કારણે ડોલર થોડો નીચે ગયો હતો. ચાંદીના ભાવમાં પણ નજીવો વધારો $22.78 પ્રતિ ઔંસ થયો હતો.

ભારતના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સોનું 114 રૂપિયાના વધારા સાથે 62,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 62,549 રૂપિયાની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદીના ભાવમાં 18 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો અને ભાવ 71,791 રૂપિયા રહ્યા હતા.