શું 40 વર્ષ પછી તમારા ઘૂંટણમાં કટ-કટનો અવાજ આવે છે ? ફક્ત આ 5 ફેરફારો કરો અને ફરક જાતે અનુભવો

40 વર્ષની ઉંમર પછી ઘૂંટણમાં દુખાવો કે કટ-કટ અવાજ થાય છે? જાણો કેટલાક સરળ ઘરેલું ઉપાયો, જે સાંધાને મજબૂત બનાવી રાહત આપવામાં મદદરૂપ બની શકે છે.

| Updated on: May 09, 2026 | 5:42 PM
1 / 7
40 વર્ષની ઉંમર પછી ઊભા થવામાં, બેસવામાં અથવા સીડી ચઢવામાં તકલીફ થાય તો તેને સામાન્ય ન માનશો. આ સાંધા નબળા થવાનો સંકેત હોઈ શકે છે. જાણો કેટલાક સરળ અને કુદરતી ઉપાયો, જે ઘૂંટણને મજબૂત બનાવી દુખાવામાં રાહત આપી શકે છે.

2 / 7
ઘૂંટણના દુખાવો અને કટ-કટ અવાજમાં રાહત માટે સવારે ખાલી પેટે આદુ, હળદર અને કાળા મરીવાળું નવશેકું પાણી પીવું ફાયદાકારક બની શકે છે. સાથે 4-5 પલાળેલી બદામ ખાવાથી સાંધાને પોષણ મળે છે અને શરીરને ઊર્જા પણ મળે છે. ( Credits: AI Generated )

3 / 7
કાળા તલ હાડકાં અને સાંધા માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને અન્ય ખનિજો હાડકાંને મજબૂત બનાવે છે. રોજ એક ચમચી કાળા તલ ખાવાથી ઘૂંટણની કટ-કટ અવાજ અને સાંધાની તકલીફમાં રાહત મળી શકે છે. ( Credits: AI Generated )

4 / 7
કાળા તલને સીધા અથવા ગોળ સાથે લાડુ બનાવી ખાઈ શકાય છે. તેનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાની લવચીકતા વધારવામાં મદદ કરે છે. ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું યોગ્ય છે. (Credits: - Canva)

5 / 7
એરંડા તેલમાં થોડું જાયફળ પાવડર ઉમેરી હળવું ગરમ કરીને ઘૂંટણ પર માલિશ કરવાથી દુખાવો, સોજો અને કટ-કટ અવાજમાં રાહત મળી શકે છે. રાત્રે આ ઉપાય કરવાથી સાંધાને આરામ મળે છે અને રક્તપ્રવાહ સુધરે છે. ( Credits: AI Generated )

6 / 7
દરરોજ સુરક્ષિત જગ્યાએ 5થી 10 મિનિટ પાછળની તરફ ચાલવાની આદત ઘૂંટણ માટે ફાયદાકારક બની શકે છે. આ સરળ કસરતથી પગ અને ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે, શરીરનું સંતુલન સારું રહે છે અને સાંધા પર પડતું  વધારાનું દબાણ પણ ઓછુ થાય છે. (Credits: - Canva)

7 / 7
ઘૂંટણની કટ-કટ અવાજ ઘટાડવા માટે કોલેજન અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક જેમ કે ઈંડા, માછલી, બદામ અને વિવિધ બીજ આહારમાં સામેલ કરવાથી સાંધા અને હાડકાંને મજબૂતી મળી શકે છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

Follow Us