રસોડામાં રહેલો આ મસાલો તમને શરદી-ઉધરસમાં ખૂબ જ રાહત આપશે
રસોડામાં રહેલા મસાલા સ્વાદ અને સુગંધ તેમજ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી, તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આવો જાણીએ એવા મસાલાઓ વિશે જે તમને શિયાળામાં શરદી, ખાંસી અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી ત્વરીત રાહત અપાવી શકે છે.
1 / 5
હવે હવામાન ગરમથી ઠંડીમાં ધીમે ધીમે બદલાવા લાગ્યું છે. આ સમયગાળા દરમિયાન, રાતે ઠંડી હોય છે અને દિવસે ગરમી હોય છે. શિયાળામાં માત્ર ગરમ વસ્ત્રો પહેરીને શરીરની ગરમી જાળવવાની સાથેસાથે અંદરથી પણ ગરમી મળે તેવી વસ્તુનું સેવન કરવું પણ જરૂરી હોય છે. શિયાળામાં સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે શરદી, માથાનો દુખાવો, તાવ, ગળામાં દુખાવો અને ઉધરસ હોય છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે.
2 / 5
રસોડામાં રહેલા મસાલા વિશે તો તમે જાણો જ છો પરંતુ તેના ઔષધિય ગુણ વિશે પણ જાણો, આ મસાલાઓ તમને શિયાળામાં શરદી, ખાંસી અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.
3 / 5
જો તમને ગળામાં ખરાશ હોય તો થોડા સમય માટે મ્હોંમાં લવિંગ રાખો. તેનાથી ઉધરસમાં પણ રાહત મળશે. શરદી-ખાંસી જેવા રોગો માટે પણ તુલસી અને લવિંગ ખૂબ જ ઉપયોગી છે.
4 / 5
શિયાળામાં હળદરયુક્ત દૂધ પી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નિષ્ણાતોના મતે હળદરવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, પરંતુ શરદી-ખાંસીથી પણ બચે છે. આ ઉપરાંત, કફમાં રાહત મેળવવા માટે ઉકળતા પાણીમાં હળદરને નાખીને હળવા હાથે હલાવીને નવશેકુ રહે ત્યારે તેને પીઓ.
5 / 5
શરદી અને ઉધરસમાં રાહત આપવા માટે કાળા મરી ખૂબ જ ઉપયોગી છે. ચામાં મરી પણ ઉમેરી શકાય છે. નિષ્ણાતો પણ મરીને દૂધ સાથે મિક્સ કરવાની ભલામણ કરે છે. મરી સહેજ તીખા હોવાથી બાળકો તે ખાવાનું પસંદ કરતા નથી તેથી તમે મરીના પાવડરમાં થોડું મધ મિક્સ કરી શકો છો.