
નિષ્ણાતોના મતે, લસણ ગટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ફાઇબર હોય છે. જેને માનવ શરીર સીધું પચાવી શકતું નથી. પરંતુ તે ગટમાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરી શકે છે. સવારે એક કાચી લસણની પાકળી ખાઈ શકાય છે. સલાડ અને ચટણીમાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. (Image Source | iStock)

મગની દાળમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ અને ફાઇબર હોય છે. જે ગટમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મજીવોને પોષણ આપે છે. પેટમાં સોજાની સમસ્યા વધારતી નથી. મગની દાળને અંકુરિત કર્યા બાદ તેમાં રહેલા પોષક તત્ત્વો શરીર દ્વારા વધુ સરળતાથી શોષાઈ શકે છે. તમે તેને ચાટ અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. (Image Source | iStock)

દહીં ગટ હેલ્થ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં કુદરતી પ્રોબાયોટિક્સ હોય છે. જે ગટમાં ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. નિયમિત પ્રમાણમાં તાજું દહીં ખાવાથી પાચન સુધરે છે. ગટ માઇક્રોબાયોમ સંતુલિત રહે છે. (Image Source | iStock)

કેળું પણ ગટ હેલ્થ માટે સારૂં માનવામાં આવે છે. તેમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે. જે બ્યુટિરેટ નામનું તત્ત્વ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ તત્ત્વ આંતરડાની કોષોને મજબૂત બનાવે છે. (Image Source | iStock)

રાગીમાં પણ રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે. જે આંતરડામાં રહેલા વિવિધ પ્રકારના ગુડ બેક્ટેરિયાને પોષણ આપે છે. ગટ માઇક્રોબાયોમની વિવિધતા વધવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હોર્મોન્સનું સંતુલન જળવાય છે. વજન નિયંત્રણમાં મદદ મળે છે. (Image Source | iStock)રાગીમાં પણ રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે. જે આંતરડામાં રહેલા વિવિધ પ્રકારના ગુડ બેક્ટેરિયાને પોષણ આપે છે. ગટ માઇક્રોબાયોમની વિવિધતા વધવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હોર્મોન્સનું સંતુલન જળવાય છે. વજન નિયંત્રણમાં મદદ મળે છે. (Image Source | iStock)

ડુંગળીમાં ફ્રુક્ટોલિગોસેકેરાઇડ્સ હોય છે. જે પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ છે. ગટ હેલ્થ માટે દરરોજ સલાડમાં કાચી ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)