કેતુ બદલશે નક્ષત્ર, બદલાશે નસીબ! જાણો કઈ રાશિઓને મળશે ફાયદો

અક્ષય તૃતીયા બાદ 20 એપ્રિલ, 2026ના રોજ કેતુ પોતાના નક્ષત્રમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ચાર રાશિના લોકોને આ સમયગાળામાં ખુશખબર મળી શકે છે અને કારકિર્દીમાં મોટો ફાયદો થવાની સંભાવના છે.

| Updated on: Apr 17, 2026 | 7:47 AM
1 / 5
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેતુની ચાલને ખૂબ મહત્વ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જ્યારે કેતુ પોતાની રાશિ કે નક્ષત્ર બદલે છે, ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. 20 એપ્રિલ, 2026ના રોજ કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તે 25 નવેમ્બર સુધી ત્યાં રહેશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ કઈ રાશિઓને ફાયદો મળશે.

2 / 5
મઘા નક્ષત્રમાં કેતુનું ગોચર વૃષભ રાશિના લોકો માટે કારકિર્દી દૃષ્ટિએ લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમારી આવકમાં સુધારો જોવા મળી શકે છે અને અચાનક પૈસાનો લાભ મળવાની સંભાવના પણ છે. વેપાર કરતા લોકોને સારો નફો મળી શકે છે, તેમજ લાંબા સમયથી અટકેલા કામો હવે ધીમે ધીમે આગળ વધવા લાગશે.

3 / 5
કર્ક રાશિના લોકો માટે કેતુનું આ ગોચર લાભદાયી બની શકે છે. આ સમયમાં આવકના નવા રસ્તા ખુલવાની શક્યતા છે અને તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળી શકે છે. તમારી બચતમાં વધારો થશે અને જૂના કર્જમાંથી રાહત મળી શકે છે. સાથે જ નવી નોકરી મળવાના યોગ બનશે. તમે રોકાણ વિશે વિચાર કરી શકો છો અને વાહન ખરીદવા માટે પણ અનુકૂળ સમય બની શકે છે.

4 / 5
કુંભ રાશિના લોકો માટે પણ કેતુનું આ ગોચર શુભ પરિણામ આપતું લાગી રહ્યું છે. કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થવાની શક્યતા છે અને તમારા કામથી અધિકારીઓ પ્રસન્ન રહેશે. નવી નોકરી મળવાના સંકેતો છે તથા વિદેશ જવાની તક મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. વેપારમાં અચાનક લાભ મળી શકે છે અને કાનૂની મામલાઓમાં પણ જીત મળી શકે છે.

5 / 5
સિંહ રાશિના જાતકો માટે પણ આ ગોચર શુભ અસર લાવી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પહેલા કરેલા રોકાણમાંથી સારો નફો મળી શકે છે અને કોઈ ફાયદાકારક ડીલ થવાની સંભાવના છે. પૂર્વજોની સંપત્તિમાંથી લાભ મળવાની શક્યતા છે, તેમજ દરેક કામમાં પરિવારનો સહકાર મળશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

Follow Us