
કીર્તિ સુરેશ હાલમાં જ બેબી જોનના પ્રમોશનમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી લાલ રંગના વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી જે આઉટફિટ સાથે કીર્તિ સુરેશે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું. જે બાદ બધાએ અભિનેત્રીના ખૂબ વખાણ કર્યા હતા .

કીર્તિ સુરેશે હજી સુધી તેની કારકિર્દી વિશે ચાલી રહેલી અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 'બેબી જોન'ની વાત કરીએ તો તેમાં કીર્તિ સાથે વરુણ ધવન જોવા મળશે. એટલી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર 25 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.