
લેખન પ્રક્રિયા તેમના માટે સહેલી નહોતી. તેમને ઘણી વખત લખેલા અંશો ફરીથી લખવા પડ્યા. તેમ છતાં, જયા કિશોરીએ પોતાની જ શીખ પર ચાલીને આ આખી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવી. તેઓ માને છે કે માણસ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે, એ પર આધાર રાખે છે કે તેનું સોલ્યુશન શું હશે.

પુસ્તક વિશે વધુ કહતાં તેમણે કહ્યું કે ‘ઇટ્સ ઓકે’ ખાસ કરીને તે લોકો માટે છે, જે ભાવનાત્મક રીતે સંઘર્ષ કરે છે અને જીવનમાં શાંતિ શોધી રહ્યા છે. આજેની યુવા પેઢી માટે તેઓ આ પુસ્તક દ્વારા એક માર્ગદર્શન આપવા ઈચ્છે છે, જેથી તેઓ પોતાનું જીવન સમજવા અને જીવવા માટે વધુ મજબૂત બને.

જયા કિશોરી અંતમાં કહે છે, “હું ઇચ્છું છું કે જ્યારે લોકો આ પુસ્તક વાંચે, ત્યારે તેમને મનની શાંતિ મળે. તેઓ પોતાનું જીવન વધુ સારી રીતે સમજી શકે અને દરેક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસથી કહી શકે – ‘ઇટ્સ ઓકે’.”