
આ અંગે વધુમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ્ કુવેરાચાર્ય જગદ્ગુરૂ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ એ જણાવ્યું કે શ્રીરામ જન્મભૂમિ આંદોલનનો હું પણ કારસેવક હતો. અને આજે મને ખુશી છે કે પ્રભુશ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્ષણનો સાક્ષી બન્યો છું.

વધુમાં તેમણે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે.રામ મંદિરના નિર્માણથી લઈને નિયત સમયમાં પ્રભુશ્રી રામલલા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન વૈદિક ધર્મના વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અટલ નિર્ણય શક્તિ એ મહત્વનો ભાગ ભજવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 11 દિવસનું તપ કરીને એક સંત તરીકેની ની ભૂમિકામાં રહીને જે કાર્ય કર્યું છે તે દેશ માટે ગૌરવની વાત છે.