
તૂટેલો કાચ સૂચવે છે કે તોળાઈ રહેલો ભય ટળી ગયો છે અને તમારો પરિવાર હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કાચ તૂટવાનો અર્થ એ છે કે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું કોઈ કારણ હવે સમાપ્ત થવાનું છે.

તૂટેલો કાચ પણ ખરાબ સંકેત આપે છે : કાચ તૂટવો એ સારો સંકેત છે પરંતુ ઘરમાં તૂટેલા કે તિરાડ પડેલા કાચ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તૂટેલા કાચ રાખવાથી ઘરમાંથી પોઝિટિવ એનર્જી જતી રહે છે અને નેગેટિવ એનર્જી ઘરમાં પ્રવેશવા લાગે છે. ઘરમાં રાખેલો તૂટેલો કાચ ઘણી સમસ્યાઓ લાવે છે. જો ઘરમાં અચાનક કાચ તૂટી જાય તો તેને શાંતિથી ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.(નોંધ : અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી.)