
સિંહ રાશિના જાતકો માટે ગુરુનો ઉદય સકારાત્મક પરિણામો આપશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. ગુરુ ગ્રહના ઉદયથી વેપારીઓ તગડો નફો કમાઈ શકશે અને વ્યાપારમાં પણ વધારો થશે. ખાસ વાત તો એ કે, બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. શનિના ઢૈયાથી તમને થોડી રાહત મળી શકે છે.

કન્યા રાશિના લોકો માટે ગુરુનો ઉદય ફાયદાકારક રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થવાની શક્યતાઓ છે. કેટલાક લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. કામમાં સુધારો થશે અને લોકો તમારી પ્રશંસા કરશે.