
એક્ટરે કહ્યુ "મારા પિતા સીરિયન ખ્રિસ્તી છે, અને મારી માતા ઝોરોસ્ટ્રિયન છે. હું પણ ભારતમાં લઘુમતી સમુદાયનો હિસ્સો છુ. પરંતુ મારા જીવનકાળ દરમિયાન એક પળ માટે પણ મને ભારતમાં અસલામતી મહેસુસ થઈ નથી. મને ભારતીય હોવા પર ગર્વ છે અને મને લાગે છે કે મારાથી વધુ કોઈ ભારતીય નથી.

જ્હોન અબ્રાહમે કહ્યુ મને અહીં ભારતમાં જેટલી સલામતી અનુભવાય છે તેટલુ સેફ અન્ય ક્યાંય નથી લાગતુ, મને ભારતીય હોવા પર ગર્વ છે

જ્હોન અબ્રાહમની 14 માર્ચે રિલીઝ થયેલી 'The Diplomat' એક દેશભક્તિ પર આધારિત થ્રિલર છે, જેમાં જૉન એક ભારતીય ડિપ્લોમેટ JP Singh ની ભૂમિકા ભજવે છે, જે એક અફઘાનિસ્તાન મિશન પર છે."

"ફિલ્મને પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે. ઓપનિંગ ડે પર ફિલ્મે 4 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. દર્શકો કહે છે કે ‘The Diplomat’ એક મજબૂત મેસેજ આપતી પાવરફૂલ ફિલ્મ છે."
Published On - 2:26 pm, Mon, 17 March 25