
જિયો તેના ગ્રાહકોને 899 રૂપિયામાં 90 દિવસ માટે દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. આ નિયમિત ઓફર ઉપરાંત, જિયો ગ્રાહકોને વધારાનો 20GB ડેટા પણ આપી રહ્યું છે, એટલે આ પ્લાનમાં યુઝર્સને કુલ ડેટા 200GB ડેટાનો લાભ મળી શકે છે. જેમને વધુ ડેટાની જરૂર હોય તેમના માટે આ એક સારો પ્લાન છે

જો તમને OTT સ્ટ્રીમિંગ અથવા વ્યાવસાયિક કાર્ય માટે વધુ ડેટાની જરૂર હોય, તો તમે ચોક્કસપણે આ પ્લાનનો આનંદ માણશો. આ પ્લાન જિયો ગ્રાહકોને નિયમિત ડેટા ઓફર ઉપરાંત વધારાનો ડેટા પણ આપે છે.

જિયોનો આ વધારાનો ડેટા પ્લાન કેટલાક વધારાના ફાયદા પણ આપે છે. કંપની ત્રણ મહિના માટે જિયો હોટસ્ટાર અને જિયો ટીવીનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે. વધુમાં, જો તમે Jio હોમ કનેક્શન ખરીદો છો, તો તમને બે મહિના માટે મફત ટ્રાયલ પણ મળશે. આ પ્લાનમાં Google Gemini ની ઍક્સેસ પણ આપવામાં આવે છે.