
રિલાયન્સ જિયો હવે રૂ. 198ની રેન્જની આસપાસ બે પ્લાન ઓફર કરી રહી છે, જેમાં તેનો નવો, સસ્તો રૂ.199 વાળા પેકનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ટેલિકોમ કંપની પાસે પહેલાથી જ રૂ. 198 વાળા પ્લાનની કિંમતનો બીજો પ્રીપેડ પ્લાન હતો. (ફોટો ક્રેડિટ-Google)

જોકે, તે સ્પષ્ટ નથી કે જિયો આ બંને પ્લાનને બંધ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માંગે છે કે નહીં, કારણ કે બંને હાલમાં કંપનીની વેબસાઇટ પર સૂચિબદ્ધ છે. તમે વિચારી રહ્યા હશો કે માત્ર રૂ. 1 થી શું ફરક પડી શકે છે, અને આ રૂ. 198 અને રૂ. 199 વાળા પ્લાનમાંથી તમે કયા ચોક્કસ ફાયદાઓની અપેક્ષા રાખી શકો છો. ચાલો નીચે જાણીએ.(ફોટો ક્રેડિટ-Google)

જિયોનો રૂ. 198 વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાન ટ્રુ 5G અનલિમિટેડ છે. જેના મુખ્ય લાભો અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 2GB જીબી ડેટા (કુલ 28 જીબી), અને દરરોજ 100 SMS. હાઇ-સ્પીડ ડેટા ક્વોટા સમાપ્ત થઈ ગયા પછી 64 KBPS પર ડેટા મળતા રહેશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. આ પ્લાનમાં ડેટા અને કોલિંગના લાભની સાથે સબ્સ્ક્રિપ્શન્સના લાભો પણ મળે છે. આમાં તમને JioTV, JioAICloudની સેવા મળે છે. (ફોટો ક્રેડિટ-Google)

Jioનો 199 રૂપિયાનો પ્લાન: આ પ્લાન Jio વેલ્યુ પ્લાન કેટેગરીમાં છે આ પ્લાનનો મુખ્ય લાભ અમર્યાદિત વૉઇસ કૉલિંગ, દરરોજ 1.5GB ડેટા (કુલ 27GB), અને દરરોજ 100 SMS મળશે.(ફોટો ક્રેડિટ-Google)

આ સિવાય હાઇ-સ્પીડ ડેટા ક્વોટા સમાપ્ત થયા પછી 64 Kbps પર અમર્યાદિત ડેટા. આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે જેમાં સબ્સ્ક્રિપ્શન લાભો પણ મળે છે જેમાં JioTV, JioAICloud મળી રહેશે. (ફોટો ક્રેડિટ-Google)

માત્ર ₹1 ના તફાવતથી તમે 5G ડિવાઇસ પર 14 દિવસ માટે અમર્યાદિત 5G ડેટા અથવા 18 દિવસ માટે 1.5GB દૈનિક ડેટા મેળવી શકો છો. જો તમે અમર્યાદિત 5G લાભનો વિકલ્પ નાપસંદ કરો છો, તો તમે વધારાના ચાર દિવસ માટે હાઇ-સ્પીડ કનેક્ટિવિટીનો આનંદ માણી શકો છો. 4G ડિવાઇસ પર, આ વિકલ્પ 14 દિવસ માટે 2GB દૈનિક ડેટા સુધી મર્યાદિત કરે છે જ્યારે 18 દિવસ માટે 1.5GB દૈનિક ડેટા આપે છે. જે દર્શાવે છે કે માત્ર ₹1 નો તફાવત કેટલો મોટો તફાવત લાવી શકે છે. (ફોટો ક્રેડિટ-Google)