
Perplexity એ Airtel સાથે ભાગીદારી કરી અને Airtel યુઝર્સને તેના Pro સબ્સ્ક્રિપ્શન્સ મફત આપવાનું શરૂ કર્યું. તાજેતરમાં, OpenAI એ જાહેરાત કરી હતી કે બધા ભારતીય વપરાશકર્તાઓને ChatGPT Go નું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. હવે ગુગલનો વારો છે, અને કંપનીએ રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરી છે.

Google AI Proમાં શું મળે છે?: જીયો યુઝર્સને My Jio એપ દ્વારા મફત Google AI સબ્સ્ક્રિપ્શન મેળવી શકે છે. આ પ્લાનમાં ફક્ત AI જ નહીં, પણ 2TB ક્લાઉડ સ્ટોરેજ પણ સામેલ છે. નોટબુક LM અને જેમિની 2.5 પ્રો સબ્સ્ક્રિપ્શન્સ પણ આ પ્લાનમાં શામેલ છે. આ ગુગલ એઆઈ સબ્સ્ક્રિપ્શનમાં વીડિયો જનરેશન મોડેલ Veo 3.1 અને Gemini Nano Banana પણ શામેલ છે.

કયા Jio યુઝર્સને મફત ગુગલ એઆઈ પ્રો મળશે?: કંપનીએ જણાવ્યું છે કે પ્રારંભિક ઍક્સેસ પહેલા 18 થી 25 વર્ષની વયના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે જેઓ અનલિમિટેડ જિયો 5G પ્લાનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, કંપની પછીથી આ ઓફરને ભારતના બધા જિયો વપરાશકર્તાઓ માટે વિસ્તૃત કરશે.

કેવી રીતે મેળવવું જાણો: Jio યુઝર્સ My Jio એપ દ્વારા 18 મહિના માટે ગુગલ એઆઈ પ્રો મફતમાં મેળવી શકે છે. નોંધનીય છે કે ગુગલ એઆઈ પ્રો એક પ્રીમિયમ ટાયર સબ્સ્ક્રિપ્શન છે અને માસિક અને વાર્ષિક પ્લાન સાથે આવે છે.