
આ ઓફર હેઠળ, ગ્રાહકોને દૈનિક મર્યાદા વિના અનલિમિટેડ 5G ડેટા મળશે. આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ OTT સ્ટ્રીમિંગ, ગેમિંગ, ઓનલાઈન ક્લાસ કરે છે અથવા મોટી ફાઇલો ડાઉનલોડ કરે છે.

Jio Finance દ્વારા સોના પર 2% સુધીનું વધારાનું ડિજિટલ સોનું ઉપલબ્ધ થશે. આ પ્લાન ગ્રાહકોને બચત અને રોકાણ બંનેનો લાભ આપે છે.

આ પ્લાનમાં, ગ્રાહકોને 3000 રૂપિયા સુધીના સેલિબ્રેશન વાઉચર્સ મળશે. આમાં Hotstar, JioSaavn Pro, Zomato Gold, Netmeds, AJIO અને EaseMyTrip જેવી સેવાઓનો સમાવેશ થાય છે.