
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નાના ભાઈ અને દુમકા વિધાનસભા ક્ષેત્રના જેએમએમના ધારાસભ્ય બસંત સોરેન અનેક વખત ચર્ચમાં આવી ચૂક્યા છે. જ્યારે હેમંત સોરેનના એક ભાઈનું મૃત્યું થઈ ચૂક્યું છે.

હેમંત સોરેનની પત્નીનું નામ કલ્પના સોરેન છે બંન્ને બે બાળકો છે. કલ્પના રાજકારણમાં સક્રિય નથીપરંતુ મહિલા વિકાસ કાર્યક્રમો સાથે જોડાયેલી છે.હેમંત સોરેને ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

તેઓ 24 જૂન 2009 થી 4 જાન્યુઆરી 2010 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેમણે 23 ડિસેમ્બર 2009 ના રોજ વિધાનસભાના સભ્ય (MLA) તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ 11 સપ્ટેમ્બર 2010 થી 8 જાન્યુઆરી 2013 સુધી ઝારખંડના નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી.2019માં હેમંત સોરેને રાંચીમાં ઝારખંડના 11મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
Published On - 2:24 pm, Wed, 3 January 24