
29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.

જયરાજ આહિરના પરિવારમાં કોણ કોણ છે જાણો

જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.પોલીસે આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે.તો આજે આપણે જયરાજ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

ગુજરાતી લોકસાહિત્યના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે માયાભાઈ આહિરનું સમર્પણ વિશ્વભરના ચાહકોનું મનોરંજન કરે છે.આજે આપણે માયાભાઈ આહિરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

તેમનું કાર્ય માત્ર ગુજરાતી કવિતા અને વાર્તા કહેવાને સમૃદ્ધ બનાવે છે એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક ચેતનાના દીવાદાંડી તરીકે પણ કામ કરે છે.

માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે પ્રભુતામાં પગલાં પાંડ્યા છે.

માયાભાઈનું નામ માત્ર ગુજરાતમાં નહી પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ છે. તો દીકરો જયરાજ આહિરનું રાજકારણમાં પણ મોટું નામ છે.યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહિરને 3 બાળકો છે. 2 દીકરા અને 1 દીકરી. જેમાં દીકરી અને દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. મયાભાઈ ભલે કરોડોના માલિક છે પરંતુ આજે પણ સાંદુ જીવન જીવે છે.

માયા ભાઈ આહિર પોતાના જોક્સથી બધાને પેટ પકડીને હસાવે છે. આજે પણ જ્યારે માયાભાઈ વિદેશમાં પ્રોગ્રામ કરે છે. તો તેમા રુપિયા નહી પરંતુ ડોલરનો વરસાદ થાય છે.

માયાભાઈ આહિર આજે પણ અનુષ્ઠાન કરે છે. ગુજરાતના અગ્રણી લોક કલાકાર માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત ભમ્મરનો જન્મ 16 ફેબ્રુઆરી 1996ના રોજ ભાવનગરના બોરડા ખાતે થયો હતો.

ભરતભાઈ આહિર બી.બી.એ. માં સ્નાતક થયા છે.એક કલાકારના પુત્ર તરીકે, તે સંગીત, શબ્દો અને ગુજરાતી લોક પરંપરા પ્રત્યેના પ્રેમમાં ઉછર્યો છે.