ITR Filling : સમયસર ITR ફાઇલ નથી કર્યું? તો સાવધાન થઈ જાઓ, ભરવો પડશે આટલો દંડ

|

Jul 20, 2024 | 8:12 AM

ITR Filling : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ એટલે કે ITR 31મી જુલાઈ છે, પરંતુ ઘણા લોકો તેને ફાઈલ કરવાની અંતિમ તારીખ ચૂકી જાય છે. આવી સ્થિતિમાં તેમને દંડ ભરવો પડશે, જે આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે.

1 / 5
ITR Filling :  દરેક ટેક્સપેયરે વાર્ષિક આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે. નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. બધા કટેક્સપેયરે નિયત તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે, પરંતુ ઘણા લોકો તેને ફાઇલ કરવાની અંતિમ તારીખ ચૂકી જાય છે. આવી સ્થિતિમાં તેમને દંડ ભરવો પડશે, જે આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો કેટલો દંડ થશે અને નિયત તારીખ પછી ITR કેવી રીતે ફાઇલ કરવું, જાણો અહીં સંપૂર્ણ પ્રક્રિયા.

2 / 5
ITR Filling : સમયસર ITR ફાઇલ નથી કર્યું? તો સાવધાન થઈ જાઓ, ભરવો પડશે આટલો દંડ

3 / 5
બીજો ગેરલાભ એ છે કે જો 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરવામાં ન આવે તો કરદાતાઓને રિફંડના નાણાં મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય જો કરદાતા સમયસર ટેક્સ નહીં ચૂકવે તો તેને હોમ લોન અથવા અન્ય કોઈ લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે બેંકો અથવા NBFC અરજદાર પાસેથી ITR વિગતો માંગે છે.

4 / 5
કેટલો દંડ થશે? : આવકવેરાના નિયમો અનુસાર જો કોઈ ટેક્સપેયર નિયત તારીખે રિટર્ન ફાઈલ કરવામાં અસમર્થ હોય તો તેને બિલેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળે છે. આ અંતર્ગત ટેક્સપેયર તે વર્ષની 31મી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. જો કે 31મી જુલાઈની અંતિમ તારીખ પછી વિલંબિત રિટર્ન ફાઇલ કરવા માટે તમારી પાસેથી લેટ ફી વસૂલવામાં આવશે.

5 / 5
દંડની રકમ કરદાતાની વાર્ષિક આવક પર આધારિત છે. ઉદાહરણ તરીકે જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે, તો તેણે બિલેટેડ રિટર્ન ફાઇલ પર 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. જ્યારે કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સિવાય કરદાતાએ તેની ટેક્સની રકમ પર વ્યાજ પણ ચૂકવવું પડશે.

Next Photo Gallery