ખોટા ફોર્મમાં Income Tax રિટર્ન ભરાઈ ગયું? આ રીતે ઓનલાઇન સુધારો અને આવકવેરા વિભાગની નોટિસથી બચો

જો તમે વર્ષ 2026-27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું છે પરંતુ પાછળથી ખબર પડી કે, તમે ખોટું ITR ફોર્મ પસંદ કરી લીધું છે, તો ગભરાવાની જરૂર નથી. ઇન્કમ ટેક્સ વિભાગ કરદાતાઓને નિયત સમયમર્યાદામાં આ ભૂલ સુધારવાની તક આપે છે.

| Updated on: Jun 30, 2026 | 7:43 PM
1 / 5
ખોટા ITR ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પર તમારું રિટર્ન અમાન્ય (Invalid) ગણી શકાય છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે અને તમારા ટેક્સ રિફંડમાં પણ વિલંબ થઈ શકે છે. જો તમે ખોટા ITR ફોર્મમાં રિટર્ન ફાઇલ કરી દીધું છે, તો તમે રિવાઇઝ્ડ રિટર્ન (Revised Return) ફાઇલ કરીને તેને સુધારી શકો છો.

2 / 5
આના માટે આવકવેરા વિભાગના e-Filing પોર્ટલ પર લોગ ઇન કરો. ત્યારબાદ e-File > Income Tax Return > File Income Tax Return માં જઈને Revised Return (Section 139(5)) નો વિકલ્પ પસંદ કરો અને સાચા ITR ફોર્મ સાથે રિટર્ન ફરીથી ભરો. અંતમાં સુધારેલા રિટર્નનું ઈ-વેરિફિકેશન (e-Verification) કરવું પણ જરૂરી છે. ITR ભર્યા પછી ઈ-વેરિફિકેશન કરવું પણ ખૂબ અનિવાર્ય છે. જો આમ કરવામાં નહીં આવે તો રિટર્ન અમાન્ય ગણવામાં આવશે. ઈ-વેરિફિકેશન આધાર ઓટીપી ([Aadhaar Redacted] OTP), નેટ બેંકિંગ, EVC અથવા DSC દ્વારા કરી શકાય છે.

3 / 5
આવકવેરા અધિનિયમ, 1961ની ધારા 139(5) હેઠળ સુધારેલું રિટર્ન 31 માર્ચ 2027 સુધીમાં અથવા અસેસમેન્ટ પૂરું થતાં પહેલાં ફાઇલ કરી શકાય છે. જો સુધારેલું રિટર્ન 31 ડિસેમ્બર 2026 સુધીમાં ફાઇલ કરી દેવામાં આવે, તો કોઈ લેટ ફી લાગશે નહીં.

4 / 5
ધ્યાન રાખો કે, 31 ડિસેમ્બર 2026 થી 31 માર્ચ 2027 વચ્ચે સુધારેલું રિટર્ન ફાઇલ કરવા પર, જો કુલ આવક 5 લાખ રૂપિયા સુધી હોય તો 1,000 રૂપિયા અને 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. ITR-1 એવા વ્યક્તિઓ માટે છે, જેમની કુલ આવક ₹50 લાખ સુધીની હોય અને આવક પગાર, મહત્તમ બે ઘર મિલકત, વ્યાજ જેવી અન્ય આવક તેમજ નિર્ધારિત મર્યાદા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) માંથી થતી હોય.

5 / 5
ITR-2 એવા વ્યક્તિઓ અને HUF માટે છે કે, જેમની બિઝનેસ કે પ્રોફેશન (વ્યવસાય) માંથી આવક ન હોય. ITR-3 બિઝનેસ કે પ્રોફેશનમાંથી આવક ધરાવતા કરદાતાઓ માટે છે. ITR-4 પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ (Sections 44AD, 44ADA અને 44AE) હેઠળ આવતા પાત્ર કરદાતાઓ માટે છે.

Follow Us