
આ ઉપરાંત ITCના દરેક શેરધારકને પેરેન્ટ કંપનીમાં 10 શેરના બદલામાં ITC હોટલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીનો એક શેર આપવામાં આવશે. એવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હોટેલ બિઝનેસના ડિમર્જર માટે આપવામાં આવેલી મંજૂરી મુજબ હોટેલ બિઝનેસ કંપનીમાં 40 ટકા હિસ્સો મૂળ કંપની પાસે રહેશે. બાકીનો 60 ટકા હિસ્સો ITC શેરધારકો પાસે રહેશે. કંપનીના શેરની ફેસ વેલ્યુ એક રૂપિયો હશે.

ITCના શેરના ભાવની વાત કરીએ તો, 15 મે, 2024ના રોજ માર્કે બંધ થયું ત્યારે 0.44 ટકાના ઘટાડા સાથે રૂપિયા 428 પર બંધ થયો હતો.