
જાહેરાત મુજબ, રેકોર્ડ ડેટ 6 જાન્યુઆરી 2025 હતી, તે મુજબ ITC શેર ધરાવતા લોકોને ડિમર્જરનો લાભ મળશે. આ ઉપરાંત NSE અને BSE પર ITC શેરના લિસ્ટિંગ અંગે એક્સચેન્જ ફાઇલિંગમાં ITC એ જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીના રોજ ITC લિમિટેડ, ITC હોટેલ્સના 1,25,71,040 ઇક્વિટી શેર (125.11 કરોડ) પાત્ર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે.

ITC હોટેલ્સના દરેક શેરની ફેસ વેલ્યુ 1 રુપિયો છે. ડિમર્જર પછી ITC શેરધારકોને પેરેન્ટ કંપની ITC ના દરેક 10 શેર માટે ITC હોટેલ્સનો એક શેર મળશે. 11 જાન્યુઆરી 2025 થી, ITC હોટેલ્સ હવે ITC લિમિટેડની પેટાકંપની રહેશે નહીં.

ITC હોટેલ્સના શેર NSE અને BSE પર લિસ્ટેડ થશે, ત્યારબાદ ટ્રેડિંગ શરૂ થઈ શકશે. જોકે, કંપની તરફથી લિસ્ટિંગ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. પરંતુ ITC એ અગાઉ કહ્યું હતું કે 16 ડિસેમ્બર, 2024 ના રોજ NCLT તરફથી ડિમર્જરની મંજૂરી મળ્યાના 60 દિવસની અંદર ITC હોટેલ્સના શેર લિસ્ટ કરવામાં આવશે. તે મુજબ, કંપનીનું લિસ્ટિંગ ફેબ્રુઆરી 2025 સુધીમાં થઈ શકે છે.
Published On - 10:15 am, Wed, 15 January 25