
જો તમે Android ફોન વાપરો છો અને તેની વોરંટી હજુ ચાલુ છે કે નહીં તે જાણવા માંગો છો, તો આ કામ સરળતાથી કરી શકો છો. મોટાભાગના ફોનમાં વોરંટીની માહિતી IMEI નંબર દ્વારા ચેક કરી શકાય છે.

સૌથી પહેલા ફોનમાં *#06# ડાયલ કરો. સ્ક્રીન પર 15 અંકનો IMEI નંબર દેખાશે. ત્યારબાદ તમારા ફોનની કંપનીની અધિકૃત વોરંટી વેબસાઇટ પર IMEI નંબર નાખીને વોરંટી સ્ટેટસ ચેક કરી શકો છો.

Samsung, OnePlus, Realme અને અન્ય બ્રાન્ડ્સ માટે વોરંટી ચેક કરવાની પ્રક્રિયા અલગ હોઈ શકે છે. Google Pixelમાં કેટલીક માહિતી ફોનના સેટિંગ્સમાંથી પણ જોઈ શકાય છે. જો ઓનલાઈન માહિતી ન મળે તો ખરીદીનું બિલ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સેમસંગ ફોનની વોરંટી કેવી રીતે ચેક કરવી? : સેમસંગ ફોનની વોરંટી ચેક કરવા માટે Samsung Members એપ ખોલીને Support વિભાગમાં જાઓ. અહીં ડિવાઇસ પસંદ કર્યા બાદ વોરંટીની વિગતો અને એક્સપાયરી ડેટ જોઈ શકાય છે. આ ઉપરાંત, Samsung Accountમાં સાઇન-ઇન કરીને My Products વિભાગમાં IMEI અથવા સીરિયલ નંબર દ્વારા પણ વોરંટીની માહિતી મેળવી શકાય છે

વનપ્લસ ફોનની વોરંટી કેવી રીતે ચેક કરવી? : વનપ્લસ ફોનની વોરંટી ચેક કરવા માટે પહેલા IMEI નંબર મેળવો. ત્યારબાદ વનપ્લસની અધિકૃત વોરંટી ચેક વેબસાઇટ પર IMEI નંબર દાખલ કરો અને Check Now પર ક્લિક કરો. અહીં ફોનનું મોડલ, એક્ટિવેશન ડેટ અને વોરંટી કવરેજની માહિતી મળી શકે છે. વોરંટીની એક્સપાયરી ડેટ ચેક કરીને ફોન વોરંટીમાં છે કે નહીં તે જાણી શકાય છે.

વિવો ફોનની વોરંટી કેવી રીતે ચેક કરવી? : વિવો ફોનનો IMEI નંબર જોવા માટે Settings > About Phone > Status Infoમાં જાઓ. અહીં IMEI નંબર મળી જશે. ત્યારબાદ વિવોની અધિકૃત વોરંટી ચેક વેબસાઇટ પર IMEI નંબર દાખલ કરો. અહીં ફોનનું મોડલ અને વોરંટી એક્સપાયરી ડેટ સહિતની માહિતી જોઈ શકાશે.

વોરંટી ચેક કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો : વોરંટી સ્ટેટસ ચેક કરવા માટે હંમેશા કંપનીની અધિકૃત વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરો. અજાણી વેબસાઇટ પર IMEI નંબર નાખવાનું ટાળો. સાથે જ વોરંટી એક્સપાયરી ડેટ અને નિયમો ધ્યાનથી વાંચો, કારણ કે દરેક પ્રકારની ખામી વોરંટીમાં કવર થતી નથી. ફોન વોરંટીમાં હોય તો રિપેર કરાવતા પહેલાં અધિકૃત સર્વિસ સેન્ટર પાસેથી કવરેજની પુષ્ટિ કરવી વધુ સારું છે.