
બીજી વાત, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ વધે છે. એવામાં તમે પોતાને જ એક સવાલ કરો કે, શું કંપની ખરેખરમાં મેડિકલના વધતા ખર્ચ મુજબ પૂરતું કવર પૂરું પાડશે? શું નિવૃત્ત થયા પછી ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહેશે?

જો તમારો જવાબ ના હોય તો તમારે પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવી લેવું જોઈએ. જો તમે અલગથી હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવો છો તો તમને ટેક્સમાં થોડી છૂટ મળશે.

આવકવેરા કલમ 80D મુજબ, વરિષ્ઠ નાગરિક માટે ₹50,000 અને પરિવારના અન્ય સભ્યો માટે ₹25,000 સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે.