શિયાળામાં પપૈયું ખાવું સલામત ? આયુર્વેદ મુજબ તેની તાસીર ગરમ છે કે ઠંડી ! જાણો
ફળોમાં પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જોકે, લોકોમાં હંમેશા એક દ્વિધા રહે છે કે પપૈયું ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે કે ઠંડક. આ મૂંઝવણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધી જાય છે કે ઠંડીમાં તેનું સેવન કરવું યોગ્ય છે કે નહીં. તમારા આ પ્રશ્નોનો જવાબ અને શિયાળામાં પપૈયું ખાવા સંબંધિત સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે.