શું મૌની રોય ખરેખર ‘ગે’ છે? ગર્લગેંગ અને દિશા પાટની સાથેના સંબંધો પર એક્ટ્રેસે ખોલ્યા ‘ચોંકાવનારા રાઝ’

બોલિવૂડ એક્ટ્રેસ 'મૌની રોય' પતિ સૂરજ નાંબિયારથી અલગ થયા બાદ સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. એવામાં તેની સેક્સ્યુઆલિટી અને એક્ટ્રેસ દિશા પાટની સાથેના સંબંધોને લઈને ઉડતી અફવાઓ પર હવે મૌનીએ મૌન તોડ્યું છે.

| Updated on: Jun 16, 2026 | 1:13 PM
1 / 5
એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) ની જિંદગીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ઉથલપાથલ મચી ગઈ છે. મૌની રોય થોડા સમય પહેલા જ પોતાના પતિ સૂરજ નાંબિયારથી અલગ થઈ છે, જેના પછીથી જ એક્ટ્રેસ ભારે ટ્રોલ થઈ રહી છે. મૌનીની સેક્સ્યુઆલિટી પર પણ ઘણી વાર સવાલો ઉઠ્યા છે. લોકોએ તેનું નામ એક્ટ્રેસ દિશા પાટની (Disha Patani) સાથે પણ જોડી દીધું હતું.

2 / 5
ઘણા લોકોએ એવો દાવો કર્યો હતો કે, મૌનીએ દિશાના કારણે જ સૂરજથી છૂટાછેડા લીધા છે. હવે આખરે મૌની રોયે આ આરોપો પર પોતાની ચુપકીદી તોડી છે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

3 / 5
તાજેતરમાં જ મૌની રોયે યુટ્યુબર મોનિકા શર્મા સાથે ખાસ વાતચીત કરી હતી. આ પ્રસંગે એક્ટ્રેસે ઘણા અંગત સવાલોના જવાબો આપ્યા હતા. ઇન્ટરવ્યુમાં મૌનીને પૂછવામાં આવ્યું કે, તેણે પોતાના વિશે સૌથી મોટી અફવા કઈ સાંભળી છે? આના પર મૌની રોયે કંઈપણ વિચાર્યા વગર ફટાફટ કહી દીધું કે, 'મેં સાંભળ્યું છે કે, હું ગે (લેસ્બિયન) છું.'

4 / 5
મૌનીએ આ તકે ખુલાસો કર્યો કે, કેવી રીતે સૂરજથી અલગ થયા બાદ તેના મિત્રોએ અને ખાસ કરીને તેની ગર્લગેંગે તેને સંભાળી છે. એક્ટ્રેસે કહ્યું, 'હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે, મારી પાસે હંમેશા મારા મિત્રો અને પરિવારનો સાથ રહ્યો છે. તેઓ મારી સાથે અડીખમ ઊભા રહે છે. મને સપોર્ટ કરવા માટે મારી પાસે હંમેશા એક સારી ગર્લગેંગ રહી છે. મારી ગર્લફ્રેન્ડ્સ મારા સારા અને ખરાબ સમયમાં મારી સાથે ઊભી રહી છે. તમારી જિંદગીમાં એવી મહિલાઓ હોવી ખૂબ જ જરૂરી છે, જે હંમેશા તમારી હિંમત વધારે. મારી ગર્લફ્રેન્ડ્સ સર્વશ્રેષ્ઠ છે. હું ગે નથી.'

5 / 5
તમને જણાવી દઈએ કે, મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ કપલ ગણતરીના દિવસોમાં જ ઇન્ડસ્ટ્રીનું પાવર કપલ બની ગયું હતું. બંનેના ફોટા ઇન્ટરનેટ પર ધમાકો મચાવતા હતા પરંતુ અચાનક જ મૌની અને સૂરજે એકબીજાને અનફોલો કરી દીધા. સોશિયલ મીડિયા પર કપલનું આ પગલું જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ હતી. આ પછી જ સૂરજ અને મૌનીએ અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેના લગ્ન ચાર વર્ષ જ ચાલી શક્યા.

Published On - 8:55 pm, Sun, 14 June 26

Follow Us