રણબીર કપૂર તેના નાના પરિવાર સાથે સુખી જીવન માણી રહ્યો છે. તેના પરિવારમાં તેની પત્ની આલિયા ભટ્ટ, પુત્રી રાહા અને તેની માતા નીતુ કપૂરનો છે. અભિનેતાએ એપ્રિલ 2022માં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે દંપતીએ પુત્રી રાહાનું પણ સ્વાગત કર્યું. પરંતુ, શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ રણબીર કપૂરની પહેલી પત્ની નથી? હાલમાં જ રણબીરે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણબીરે પોતે જાતે કહ્યું છે કે આલિયા તેની પહેલી પત્ની નથી.
રણબીર કપૂરના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. તેના આ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મેશેબલ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું હતું કે આલિયા તેની પહેલી પત્ની નથી, કારણ કે એકવાર એક મહિલા પંડિત સાથે તેના બંગલામાં આવી હતી અને ઘરના ગેટ પર લગ્ન કરી લીધા હતા.
રણબીરે આગળ કહ્યું કે જોકે હું ત્યારે ઘરે ન હતો, અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગાર્ડે મને આ આખી વાત કહી. મેં ઘરના ગેટ પર પણ જોયું કે ત્યાં તીલક કરવામાં આવ્યું હતું અને ફૂલો વિખરાયેલા હતા. તો એ મુજબ એ છોકરી મારી પહેલી પત્ની છે. જો કે હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ તેને જલ્દી મળવા માંગુ છું.
આલિયાનો બાળપણનો ક્રશ રણબીર કપૂર હતો. તે 11 વર્ષની હતી જ્યારે અભિનેત્રીએ રણબીરને સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકમાં સપોર્ટિંગ આસિસ્ટેન્ટ તરીકે કામ કરતા જોયો હતો. આલિયાએ 2014માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને કોફી વિથ કરણના સેટ પર વાતચીત દરમિયાન તેણે રણબીર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે શોમાં બ્રહ્માસ્ત્રના શૂટિંગની કહાની પણ કહી.
તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રની સુપરહિટ ફિલ્મ બાદ આલિયા અને રણબીરની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળવાની છે. આ બંને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળવાના છે. આ સિવાય આ ફિલ્મમાં બંનેની સાથે વિકી કૌશલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. રણબીર કપૂર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો.