
એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુવતીએ ઇસ્લામિક ડ્રેસ (હિજાબ)ના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીનું નામ આહૌ દારયાઈ છે.

માહિતી અનુસાર, પોલીસે તેને યુનિવર્સિટીમાં અર્ધ નગ્ન અવસ્થામાં ફરવા બદલ કસ્ટડીમાં લીધી છે. તમને જણાવી દઈએ કે ઈરાનમાં હિજાબ ન પહેરવા પર જેલની સજા છે.

થોડા દિવસો પહેલા, પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થીની ગંભીર માનસિક દબાણથી પીડાતી હતી. પૂછપરછ બાદ તેને મનોચિકિત્સક હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
Published On - 9:01 pm, Mon, 4 November 24