
તમને જણાવી દઈએ કે, 28 ડિસેમ્બરે ઈરાનમાં બગડતી અર્થવ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. તે હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. આ વિરોધ પ્રદર્શનો સરકાર વિરોધી બની ગયું છે, અને લાખો લોકો ઇસ્લામિક સરકારને ઉથલાવી પાડવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

ચીન પછી ઈરાન દુનિયાનો બીજો સૌથી મોટો ફાંસી દેનારો દેશ છે. નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સના ગ્રુપ અનુસાર ગત્ત વર્ષે ઈરાનમાં અંદાજે 1,500 લોકોને ફાંસી આપવામાં આવી છે.

સોલ્તાનીના પરિવાર વિશે વિસ્તારથી જાણો

સોલ્તાની તેહરાન કરાજના ફરદીસનો રહેવાસી છે. તેમની 8 જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન કરતા ધરપકડ કરવામાં આવી હતી. 26 વર્ષના સુલ્તાની પર "અલ્લાહ સામે યુદ્ધ છેડવાનો" આરોપ મૂકવામાં આવ્યો હતો, જે ઈરાનમાં મૃત્યુદંડની સજાપાત્ર ગુનો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, સોલ્તાનીના પરિવારને 11 જાન્યુઆરીએ તેની મૃત્યુદંડની સજાની જાણ કરવામાં આવી હતી, અને તેને 14 જાન્યુઆરી, બુધવારના રોજ ફાંસી આપવામાં આવશે.

રિપોર્ટ મુજબ મૃત્યુદંડની સજા જાહેર થયા પછી, સોલ્તાનીને તેના પરિવાર સાથે માત્ર 10 મિનિટ માટે મળવા દેવામાં આવશે, અને તે પણ કડક સુરક્ષા હેઠળ.

હેંગાઓ માનવ અધિકાર સંગઠન અને અન્ય સંગઠનોએ જણાવ્યું છે કે, સોલ્તાનીને કોર્ટમાં ન્યાયી ટ્રાયલ આપવામાં આવી ન હતી, ન તો તેને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. તેના તમામ મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.