
તાજેતરમાં બજાજ ફાઇનાન્સે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ અંતર્ગત ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 21 ટકા વધીને રૂપિયા 3,825 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 3,158 કરોડ રૂપિયા હતો. માર્ચ ક્વાર્ટરમાં કુલ આવક વધીને રૂપિયા 14,932 કરોડ થઈ છે જે 2022-23ના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 11,368 કરોડ હતી.

કંપનીની ચોખ્ખી વ્યાજની આવક માર્ચ ક્વાર્ટરમાં 28 ટકા વધીને રૂપિયા 8,013 કરોડ થઈ છે જે માર્ચ, 2023 ક્વાર્ટરમાં રૂપિયા 6,254 કરોડ હતી. તમને જણાવી દઈએ કે બજાજ ફાઇનાન્સના પરિણામોમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, બજાજ ફાઇનાન્સિયલ સિક્યોરિટીઝ લિમિટેડ, સ્નેપવર્ક ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને પેનન્ટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
Published On - 10:56 pm, Thu, 6 June 24